મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રવિવારે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે: મોરબી આઇ.ટી.આઇ. ખાતે ૩ જાન્યુઆરીએ જોબફેર યોજાશે


SHARE







મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રવિવારે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે: મોરબી આઇ.ટી.આઇ. ખાતે ૩ જાન્યુઆરીએ જોબફેર યોજાશે

મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ૪ ડિસેમ્બરના રોજ સવારે ૮:૦૦ કલાકે બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને રજીસ્ટ્રેશન કરાવેલ સ્પર્ધકોએ ત્યાં ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિન્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬નું વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી ખાતે સવારે ૮.૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં વકતૃત્વ, નિબંધ લેખન, દુહા-છંદ, ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, લોકગીત, ભજન, સમૂહગીત અને લોકનૃત્ય સહિતની સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સમય અને સ્થળ ઉપર ભાગ લેવા માટે હાજર રહેવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યુ છે.

મોરબી આઇ.ટી.આઇ. ખાતે ૩ જાન્યુઆરીજોબફેર યોજાશે

મોરબી જિલ્લા રોજગાર કચેરી અને સુરેન્દ્રનગરના સંયુકત ઉપક્રમે તા. ૩/૧ ને શનિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે આઈ.ટી.આઈ મહેન્દ્રનગર મોરબી ખાતે ક્લસ્ટર કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું  છે. આ જોબફેરમાં ખાનગીક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાઓ વિવિધ જગ્યાઓની ભરતી માટે પસંદગી માટે ઉપસ્થિત રહેવાના છે, મોરબી જિલ્લાના ધો. ૫ થી ૧૨, કોઈપણ ટ્રેડમાં આઈ.ટી.આઈ./ ડિપ્લોમાં કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ૧૮ થી 3૫ વર્ષની ઉમર ધરાવતા ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત મુજબનાં અસલ પ્રમાણ-પત્રો અને બાયોડેટા (૩ થી ૪ નકલમાં) સાથે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે. ઈન્ટરવ્યુ આપવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન https://forms.gle/UidNBEcty2U2qEceA લિંક પર કરવાનું રહેશે. જે ઉમેદવારો લિંકમાં રજીસ્ટ્રેશન ન કરાવેલ હોઈ તે ઉમેદવારો પણ ભરતી મેળામાં ભાગ લઇ શકશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News