ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ઝડપાયેલ મુખ્ય સૂત્રધારના 11 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











હળવદ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ઝડપાયેલ મુખ્ય સૂત્રધારના 11 દિવસના રિમાન્ડ મંજૂર

હળવદ તાલુકાના જુદાજુદા ત્રણ ગામમાં આવેલ સરકારી જમીનને પચાવી પાડવા માટેનું કૌભાંડ કર્યું હતું જે ગુનામાં હાલમાં હળવદ પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે હળવદની કોર્ટમાં રજૂ કરવામા આવતા કોર્ટે આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી કરીને તપાસનીસ અધિકારી દ્વારા હવે મુખ્ય સૂત્રધારને સાથે રાખીને આ કૌભાંડના મૂળ સુધી જવા માટેની તપાસ હાથ ધરી છે.

હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટ (55)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત 9/11/25 ના રોજ રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે જુદાજુદા ત્રણ ગામમાં આવેલ સરકારી જમીન પચાવી પાડવા માટેના કૌભાંડની ફરિયાદ કરી હતી જે ગુનામાં પહેલા એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને હાલમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રમેશ બબાભાઈ સાકરીયા રહે. કોઈબા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા. 9 સુધી એટ્લે કે 11  દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલેખનીય છે કે, ગત તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કર્યું હતું અને તેને પચાવી પાડવા માટે સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી-કરાવીને કૌભાંડ કર્યું હતું

આ જમીન કૌભાંડમાં હાલમાં પકડાયેલ આરોપી રમેશ બબાભાઈ સાકરીયાને સાથે રાખીને હવે હળવદ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવશે જેથી કરીને તપાસનો રેલો હવે કોના કોના પગ સુધી આવે છે તે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. અત્રે ઉલેખનીય છેકે, કોઈ પણ જમીન કૌભાંડ સરકારી અધિકારી કે કર્મચારીની સીધી કે પછી આડકતરી સંડોવણી વગર શક્ય જ નથી ત્યારે આ ચકચારી જમીન કૌભાંડમાં હળવદ પોલીસે રિમાન્ડ દરમ્યાન શું નવું બહાર લાવશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News