મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક જુદીજુદી બે દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 1000 લિટર આથો, 160 લિટર દારૂ, 26 ડબ્બા અખાધ્ય ગોળ ઝડપાયો, એકની ધરપકડ: બેની શોધખોળ


SHARE







મોરબી નજીક જુદીજુદી બે દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 1000 લિટર આથો, 160 લિટર દારૂ, 26 ડબ્બા અખાધ્ય ગોળ ઝડપાયો, એકની ધરપકડ: બેની શોધખોળ

મોરબીના લીલાપર રોડ કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે ઢોર બાંધવાના ડેલામાં અને વોકળાના કાઠે દેશી દારૂની જુદીજુદી બે ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 1000 લિટર આથો, 160 લિટર દેશી દારૂ તેમજ 26 ડબ્બા અખાધ્યાય ગોળ સહિતનો મુદામાલ મળી આવતા પોલીસે મજૂર તરીકે કામ કરતાં એક શખ્સની હાલમાં ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે.

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લીલાપર રોડ કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે રણજીતભાઈ દેગામાના ડેલામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઢોર બાંધવાના ડેલામાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લિટર આથો, 90 લિટર તૈયાર દેશી દારૂ, 26 ડબ્બા અખાધ્યાય ગોળ, ગેસનો બાટલો અને બે રેગ્યુલેટર સહિત કુલ મળીને 62,400 ની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ હતો જેને પોલીસે કબજે કર્યો છે અને દેશી દારૂની ભઠ્ઠીમાં મજૂર તરીકે કામે રાખેલ તુલસીભાઈ રણછોડભાઈ પરમાર (32) રહે. લીલાપર રોડ કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે રણજીતભાઈના ડેલામાં મૂળ રહે. સરવડ વાળાની ધરપકડ કરી હતી અને આરોપી રણજીતભાઈ નાગજીભાઈ દેગામા રહે, લીલાપર વાળો હાજર ન હોય બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આવી જ રીતે ત્યાં ઈંટોના ભઠ્ઠા પાસે વોકળાના કાઠે સંજયભાઈ નાગજીભાઈ દેગામાની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 400 લીટર આથો, 70 લીટર તૈયાર દેશી દારૂ, ગેસનો બાટલો, ગેસનું બર્નર સહિત કુલ મળીને 26,700 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો અને આ ગુનામાં પણ મજૂર તરીકે કામ કરતાં તુલસીભાઈ રણછોડભાઈ પરમાર (32) રહે. લીલાપર રોડ કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે રણજીતભાઈના ડેલામાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી સંજયભાઈ નાગજીભાઈ દેગામા રહે, લીલાપર વાળો સ્થળ ઉપર હાજર ન હોય બંને શખ્સોની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News