મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા મારા સપનાનું મોરબી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE











મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા મારા સપનાનું મોરબી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની વિકાસની હરણફાળ કરી રહ્યું છે ત્યારે ખરેખર આવનાર સમયના મોરબીવાસીઓ જે હાલ નાના બાળકો છે તેઓને કયા પ્રકારનું મોરબી જોઈએ છે તે અંગે મોરબી મહાનગરપાલિકા અને નેતાઓને જણાવવા માટે મોરબી ના સરદાર બાગ ખાતે પ્રેસ મીડિયા એસો. મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમ 70 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાના સપનાના મોરબીની વાતો રજૂ કરી હતી

જેમાંથી ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ (ધો. ૬,૭ અને૮) માં પ્રથમ ક્રમે સાવરીયા ઉર્વીશા કિશોરભાઈ, દ્વિતીય ક્રમે બોપલિયા ભવ્ય કિશોરભાઈ અને તૃતીય ક્રમે સંઘાણી મોક્ષા રજનીશભાઈ વિજેતા બન્યા હતા જ્યારે ગુજરાતી માધ્યમના માધ્યમિક વિભાગ (ધો. ૯ અને ૧૦) ના પ્રથમ ક્રમે કંઝારીયા તમન્ના ભાવેશભાઈ, દ્વિતીય ક્રમે પાઠક રાજલ હિમાંશુભાઈ અને તૃતીય ક્રમે પરમાર અંજલી વિજેતા બન્યા હતા તેમજ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે જીયાન પટેલ, દ્વિતીય ક્રમે રાણવા શ્રીયા મનસુખભાઈ, તૃતીય ક્રમે ચાવડા મેઘાવી વિનોદભાઈ વિજેતા બન્યા હતા.વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ, શિક્ષણ કીટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમ અંગે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સુંદર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું કે બાળકોના સપનાઓ જોતા અમારે પણ પોતાના દિનચર્યામાં ઘણો બધો સુધારો કરવો પડશે, બાળકોના આગામી સુંદર ભવિષ્ય માટે ઘરની આજુબાજુ સફાઈ, પ્રદૂષણ મુક્ત શહેર એ તે માટે બિનજરૂરી વાહનોનો ઉપયોગ ટાળવો, વધુને વધુ વૃક્ષો વાવવા, ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, તેમજ શહેરમાં થતી ગેર પ્રવૃતિઓનો વિરોધ કરી શહેરને ગુનામુક્ત કરવું પડશે.

આ કાર્યક્રમમાં મોરબી શહેરીજનો અને સ્પર્ધકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.  પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી તરફથી કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ પારીઆ, સંજયભાઈ વાઘડિયા, વીરુભાઈ બોક્ષા, વિશાલભાઈ ટૂંડીયા, ધવલ ત્રિવેદી, મેહુલભાઈ ગઢવી, યોગેશભાઈ રંગપડીયા, પંકજભાઈ સનારીયા, બળદેવભાઈ ગઢવી, મયંકભાઈ દેવમુરારી, અહેમશાહ બાપુ, રફીકભાઈ અજમેરી, મોહસીનભાઈ શૈખ, રિતેશ સંચાણિયા દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રેસ મીડિયા પત્રકાર ગ્રુપ દ્વારા વાલી અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને નિર્ણાયક તરીકે શ્રી રાજપર પ્રાથમિક શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયા, શ્રી કેરાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનકુમાર બોસિયા તેમજ સાર્થક વિદ્યામંદિર મોરબીના શિક્ષક પ્રતિકભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.






Latest News