મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જામ્યો


SHARE







મોરબીના નારણકા ગામે દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જામ્યો

મોરબી જિલ્લામાં 197 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકાનાં નાના એવા નારણકા ગામની તો આ ગામમાં સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક છે અને સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી જેઠાણી, દેરાણી અને ભત્રીજા વહુ ચૂંટણીના જંગમાં આમને સામને છે ત્યારે ગામના લોકો શાંતિપુર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યુ છે 

મોરબી જિલ્લામાં 303 ગામની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જો કે તેમાથી 71 ગ્રામ પંચાયત સમરસ બની ગયેલ છેઅને 35 માં ફોર્મ ભરાયેલ નથી માટે  હાલમાં 197 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ છે જો કે, મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામતની છે અને આ ગામમાં  એક જ પરિવાર વર્ષોથી રહે છે તો પણ પંચાયત સમરસ બની નથી જેથી, દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જામ્યો છે હાલમાં ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ જેમને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમાં ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીનો સમાવેશ થાય છે અને તેઓના સબંધની જો વાત કરીએ તો  ચંપાબેન કાનજીભાઈ બોખાણી અને અમરતબેન ધનજીભાઈ બોખાણી જેઠાણી અને દેરાણી છે અનેભાણીબેન ગોવિંદભાઈ બોખાણી તેઓના ભત્રીજા વહુ છે નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજમાં બોખાણી પરિવારના ૧૦ ઘર આવેલ છે. આ ગામમાં ૯૫૦ કરતાં વધુનું મતદાન છે અને સૌથી વધુ વસ્તી પાટીદાર સમાજની છે જો કે, હાલમાં જે ચુંટણી યોજાઇ છે તેમા ચુંટાયેલા સરપંચ પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ આરોગ્ય અને શિક્ષણની સુવિધા વધારવામાં આવે તેવી ગામના લોકોની લાગણી છે.






Latest News