મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

કચ્છ જીલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ ની ૩૧ સ્પર્ધાઓમાં ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો: વિનોદભાઇ ચાવડા


SHARE







કચ્છ જીલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ ની ૩૧ સ્પર્ધાઓમાં ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો: વિનોદભાઇ ચાવડા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હમ ફીટ તો, ઇન્ડિયા ફીટ”  આહ્વાન થી દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓનો આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને નિખારવા હેતુ આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બરથી કચ્છ જીલ્લાના વિવિધ સ્થળો પર જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ - ખેલાડીઓના કૌશલ્યને નિખારવા માટેનું એક ઉત્તમ મંચ છે. જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ બમણા ઉત્સાહથી ભાગ લઈને તેમની જીતના લક્ષ્યને સાકાર કરવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમજ આ ખેલ મહોત્સવથી સ્થાનિક સ્તરે યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અનેરો અવસર પણ મળ્યો છે.ફિટ યુવા-વિકસિત ભારત તરફનું એક સશક્ત પગલું છે. જેથી કચ્છ લોકસભા વિસ્તારમાં ૩૧ થી વધુ સ્પર્ધાઓનો આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધાઓમાં કુલ ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જો ખેલતા હૈ, વહી ખીલતા હૈ – He Who Plays, Shines” ની પ્રેરણાથી તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની કટીબદ્ધતા સાથે કચ્છ લોકસભા વિસ્તારમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫એક યાદગાર ખેલ સ્પર્ધા બની ગઈ છે. સાંસદ ખેલ મહોત્સવ‌ થકી યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું જે યુવાનોની ઉર્જા, ઉત્સાહ અને ઉમંગ સાથેનો એક રમતોત્સવ સાબિત થયો. સાંસદ સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, સર્વ નરેન્દ્ર પ્રજાપતિ, હિતેશભાઈ ખંડોલ, દિનેશભાઇ ઠક્કર, વાલજીભાઇ આહીર, શ્રીમતી પારૂલબેન કારા, મિતભાઈ ઠક્કરદાદુભા ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતાઓ તેમજ સ્પર્ધકોને શિલ્ક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 






Latest News