મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ડીઝલ ચોરી થાય તે પહેલા પોલીસ ત્રાટકી: માળીયા (મી)ના ફતેપર પાસેથી 36.10 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ


SHARE











ડીઝલ ચોરી થાય તે પહેલા પોલીસ ત્રાટકી: માળીયા (મી)ના ફતેપર પાસેથી 36.10 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામની સીમમાં ડીઝલ ભરેલું ટેન્કર ઉભું રાખીને ડીઝલ ચોરી કરવામાં આવનાર છે તેવી હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ડીઝલ ભરેલું ટેન્કર સીલ તોડેલ હાલતમાં મળી આવ્યું હતું. જોકે, તેમાંથી ડીઝલ ચોરી કરવામાં આવે ત્યારે પહેલા જ પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી જેથી ડીઝલ ચોરી થયેલ નથી પરંતુ હાલમાં પોલીસે ડીઝલ અને ટેન્કર મળીને 36,10,923 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ડ્રાઇવરને પકડીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારમાં અગાઉ ડીઝલ ચોરીનો અનેક વખત પર્દાફાશ થયો છે તેવામાં માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ફતેપર ગામના ખરાવાડ વિસ્તારમાં ટેન્કર નંબર જીજે 3 બીવાય 6601 શંકાસ્પદ રીતે ઉભેળું જોવા મળ્યું હતું જેથી કેરીને પોલીસ દ્વારા ત્યાં ચેક કરવામાં આવતા ટેન્કરની અંદર ડીઝલનો જથ્થો ભરેલો હતો અને સ્થળ ઉપરથી 20 લિટરનો પ્લાસ્ટિકનો એક ખાલી કેરબો મળી આવ્યો હતો તેમજ ડીઝલ ભરેલ ટેન્કરમાં લગાવવામાં આવેલ સીલ તોડવામાં આવ્યું હતું જેથી પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી ટેન્કરના ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવતા તે ગલ્લા કલ્લા કરવા લાગ્યો હતો અને ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવે ત્યારે પહેલા જ પોલીસે સ્થળ ઉપરથી 15 લાખની કિંમતનું ટેન્કર તથા તેમાં ભરવામાં આવેલ 24,000 લિટર ડીઝલનો જથ્થો જેની કિંમત 21,10,923 આમ કુલ મળીને 36,10,923 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં ટેન્કરના ડ્રાઈવર આરોપી દિલીપભાઈ વરજાંગભાઈ વિરડા (39) રહે. ફતેપર તાલુકો માળીયા (મી) વાળાને પકડીને પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીની પીપળીયા ચોકડીથી લૂંટાવદર ગામ તરફ જવાના રસ્તા ઉપર રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા અવેશ હાજીભાઈ સુમરા (25) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News