મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર


SHARE











મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર

મોરબીના ધીરપુર રોડ ઉપર આવેલ લેક્સસ ગ્રેનેટો નામના કારખાનામાં થાર ગાડી લઈને આવેલ શખ્સે સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું કે “તારા શેઠને બોલાવો મારે તેની પાસેથી ગાડીના ભાડાના પૈસા લેવાના બાકી છે” ત્યાર બાદ પોતાની થાર ગાડી કારખાનાના ગેટની અંદર લઈ આવીને ત્યાં પડેલ શેઠની ઇનોવા ગાડીની પાછળના ભાગમાં થાર ગાડી બે વખત અથડાવી હતી. અને ઈનોવા ગાડીમાં 4 લાખનું નુકસાન કર્યું હતું તેમજ ગેટ પાસે ઉભેલા કારખાના જનરલ સુપરવાઇઝરની સાથે તેને જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી અથડાવીને થાર ગાડી લઈને આવેલ શખ્સ ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્સસ ગ્રેનેટો ઇન્ડિયા લિમિટેડના લેબર કવાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યશપાલસિંહ સર્વેસકુમાર શ્રીવાસ્તવ (32) એ મહેન્દ્રા થાર ગાડી નંબર જીજે 39 સીસી 6926 ના ચાલક અમરભાઈ મનજીભાઈ રબારીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા.23/12 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તે પોતાની ફરજ ઉપર હતો ત્યારે આરોપી તેની ગાડી લઈને કારખાનાના ગેટ ઉપર આવ્યો હતો અને ફરિયાદીને કહ્યું હતું કે “તારા શેઠ અનિલભાઈને બોલાવ મારે તેની પાસેથી ગાડીના ભાડાના પૈસા લેવાના બાકી છે” તેમ કહીને ફરિયાદીને ગાળો આપી હતી ત્યારબાદ પોતાની ગાડીને કારખાનાની અંદર લઈ આવીને કારખાનામાં પડેલ શેઠ અનિલભાઈની ઇનોવા ગાડી નંબર જીજે 36 એલ 1523 માં આરોપીએ પોતાની થાર ગાડી બે વખત અથડાવી હતી અને ઈનોવા ગાડીમાં 4 લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું તેમજ આરોપીએ પોતાની ગાડીને બહાર લઈને જતો હતો ત્યારે ગેટ પાસે ઉભેલા જનરલ સુપરવાઇઝર ભાઈરામભાઈ આસારામભાઈ જોશીને જાનથી મારી નાખવાના ઇરાદે તેની સાથે આરોપીએ પોતાની થાર અથડાવી હતી અને ત્યારબાદ તે પોતાની કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે સિક્યુરિટી ગાર્ડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

800 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

માળીયા (મી)ના ખીરઈ ગામથી કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર વોકળાના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મમદભાઈ જુસબભાઈ દોના રહે. ખીરઈ તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News