હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો


SHARE











હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો

વીજળી એ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.

સેમિનારનું મુખ્ય આકર્ષણ સુરક્ષા પર આધારિત એક વિશેષ મૂવી (ફિલ્મ) હતું. આ મૂવીમાં વીજ અકસ્માતની ગંભીર અસરો અને એક નાનકડી ભૂલ કેવી રીતે આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે, તેનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું હતું. મૂવી નિહાળ્યા બાદ ઉપસ્થિત કર્મચારીઓ, કોન્ટ્રાકટર મિત્રો અને તેમના પરિવારના સભ્યો સુરક્ષાના નિયમો પાળવા અંગે ભાવુક અને જાગૃત બન્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ અધિક્ષક ઇજનેર ઘાડીયા અને અતિથિ વિશેષ કાર્યપાલક ઇજનેર ચૌહાણ દ્વારા સુરક્ષાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને PPE કીટનો અનિવાર્ય ઉપયોગ કરવો જેમાં હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ અને ગ્લવ્ઝ વગર લાઈન પર કામ ન કરવું, કામ શરૂ કરતા પહેલા લાઈન ક્લિયરન્સ (LC) લેવાની પદ્ધતિનું ચુસ્ત પાલન, કર્મચારી જ્યારે ઘરેથી કામ પર નીકળે ત્યારે પરિવારના સભ્યોએ તેમને સુરક્ષાના સાધનો સાથે જવાની યાદ અપાવવી વિગેરે જેવી ટકોર કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં એમ.આર. વસાવા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જ્યારે જે.એલ. બરંડા દ્વારા ઉપસ્થિત સૌને ફરજ દરમિયાન સુરક્ષાના માપદંડોને પ્રથમ પ્રાધાન્ય આપવા માટેની 'સેફ્ટી પ્રતિજ્ઞા' લેવડાવવામાં આવી હતી. અને વક્તા તરીકે એમ.એમ. ચૌધરી, કે.પી. પટેલ, પી.ડી. પટેલ, હુંબલ અને બરંડાટેકનિકલ સેફ્ટી અને ઉર્જા બચત વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી.

મોરબી વર્તુળ કચેરી અને હળવદ વિભાગીય કચેરીના અધિકારીઓ, મોટી સંખ્યામાં કર્મચારીઓ, લાઈન સ્ટાફ, કોન્ટ્રાકટરો અને ખાસ કરીને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું પ્રભાવી સંચાલન પ્રતિક પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો હતો કે, "તમારી સુરક્ષા એ જ તમારા પરિવારની ખુશી છે." પીજીવીસીએલના આ પ્રયાસને કર્મચારીઓ અને શહેરીજનોએ બિરદાવ્યો હતો.






Latest News