મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું પાસે રામનગરી સોસાયટીમાં ઘરમાંથી દાગીના અને રોકડ મળીને 1.19 લાખના મુદામાલની ચોરી: વાંકાનેરમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબીના ઘૂટું પાસે રામનગરી સોસાયટીમાં ઘરમાંથી દાગીના અને રોકડ મળીને 1.19 લાખના મુદામાલની ચોરી: વાંકાનેરમાંથી બાઈકની ચોરી

મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ રામનગરી સોસાયટીમાં રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાના નકુચાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ ઘરમાં રાખવામાં આવેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1.19 લાખ કરતાં વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નાની મોલડી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલા રામનગરી સોસાયટીમાં રહેતા ડાહીબેન માવજીભાઈ વાળા (65) એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓના રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવીને તેના ઘરના દરવાજાના નકુચાના તાળા તોડી નાખ્યા હતા અને  ત્યારબાદ ઘરની અંદર પ્રવેશ કરીને રસોડાના સ્ટોરમાં રાખેલ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,19,485 રૂપિયાની કિંમતના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક ચોરી

મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસીને હાલમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા તોસીફભાઈ અલીભાઈ મુલતાની (36)એ અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટ પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેરની મોમીન શેરીમાં મસ્જિદ સામે તેણે પોતાનું બાઈક નંબર જીજે 11 સીપી 0393 પાર્ક કરીને મૂક્યું હતું જે અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હોય 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News