મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ


SHARE







મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ

મોરબીના હળવદ તાલુકામાં આવેલ શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ)માં બિરાજમાન સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજની અસીમ કૃપાદ્રષ્ટિથી તથા શ્રી હરિકૃષ્ણધામના સંસ્થાપક સાધુ ભક્તિહરિદાસજી સ્વામીની ઉદાર ભાવના અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ટીમ (હળવદ) ના સાથ-સહકારથી શિયાળાની કડકડતી ઠંડીમાં દરિદ્રનારાયણને તથા જરૂરિયાતમંદોને ૫૦૦ થી પણ વધારે ધાબળા તથા ૫૦૦ થી પણ વધુ સ્વેટરનું હળવદ તાલુકો, રણ વિસ્તાર અને તમામ જરૂરિયાતમંદ પરિવારના ઘરે જઈ ને જ્યાં-જ્યાં જરુર હોય તેવા નાના-મોટા દરેક સ્થળે જઈને આ વિતરણ સેવા કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિર-કાળુપુરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવનો ૨૦૦ મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે.તેના ઉપલક્ષમાં શ્રી હરિકૃષ્ણધામે આગામી તા.૨૩-૨૭ ડિસેમ્બર સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને ૨૭ મી તારીખે શાકોત્સવનું આયોજન કરેલ છે.તે નિમિત્તે પ.પૂ.આચાર્ય મહારાજશ્રીના શુભ આશીર્વાદ, અ.નિ.પ.પૂ. સદ્. શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પ.પૂ.તપોમૂર્તિ શ્રી ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન પ્રમાણે,આ શિયાળાની કડકડતી ઠંડીથી સૌની રક્ષા થાય એ હેતુથી વર્તમાન સમયાનુસારે આ સેવાકાર્ય સંપન્ન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા આવી અનેકવિધ સમાજસેવા અવિરતપણે ચાલુ જ હોય છે.






Latest News