મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

બુલડોઝર એક્શન: મોરબીના લાતી પ્લોટમાં બીજા દિવસે 30 થી વધુ બાંધકામો તોડી પાડ્યા


SHARE







બુલડોઝર એક્શન: મોરબીના લાતી પ્લોટમાં બીજા દિવસે 30 થી વધુ બાંધકામો તોડી પાડ્યા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં-8 માં શુક્રવારે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે નાના મોટા કાચા પાકા 30 થી વધુ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે અને આવી જ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી માહિતી અધિકારીએ આપેલ છે.

મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા ગુરુવારે લાતી પ્લોટ શેરી નં. 3-4 ની વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે નાના મોટા 30 થી વધુ દબાણને તોડી નાખવામાં આવેલ હતા ત્યાર બાદ બીજા દિવસે લાતી પ્લોટ શેરી નં. 8 માં મહાપાલિકાની ટીમ બુલડોઝર સાથે પહોંચી હતી અને ત્યાં રસ્તા ઉપર કરવામાં આવેલા દબાણને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વધુમાં અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાની સરેરાશ પહોળાઈ 9 મીટર છે જોકે, શેરીમાં રસ્તો માત્ર ચારથી પાંચ મીટર પહોળો રહ્યો હતો અને બંને બાજુએ દબાણો કરવામાં આવ્યા હતા જેથી કરીને તે દબાણને તોડી પાડવામાં આવેલ છે અને આજે લગભગ 30 કરતાં વધુ દબાણને તોડી પાડવામાં આવેલ છે આમ છેલ્લા બે દિવસમાં લાતી પ્લોટ વિસ્તારની જુદીજુદી શેરીમાં ડિમોલેશન કરીને અંદાજે 60 થી વધુ દબાણોને દૂર કર્યા છે અને આ દબાણ હટાવવા માટેની કામગીરી ખાસ કરીને લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રોં વોટર અને ગટર લાઈન પાથરવા માટેનું જે કામ કરવાનું છે તેના માટે કરવામાં આવી રહી છે અને વિકાસ કામમાં નડતરરૂપ હોય તેવા દબાનોને પહેલા તોડવામાં આવી રહ્યા છે.






Latest News