મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જિલ્લા પ્રભારી મંત્રીની હાજરીમાં વાઇબ્રન્ટ સમિટને લઈને જિલ્લા કક્ષાની સમિટમાં ઉદ્યોગકારોએ 2470 કરોડના એમએયુ કર્યા


SHARE











મોરબીના જિલ્લા પ્રભારી મંત્રીની હાજરીમાં વાઇબ્રન્ટ સમિટને લઈને જિલ્લા કક્ષાની સમિટમાં ઉદ્યોગકારોએ 2470 કરોડના એમએયુ કર્યા

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપતી વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓએ જોર પકડ્યું છે.આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન થયું છે.તેની પૂર્વ તૈયારીઓ અંતર્ગત આજે મોરબીમાં મીની વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગાની અધ્યક્ષતામાં લીલાપર રોડ ઉપર આવેલ કેશવ બેંકવેટ હોલ ખાતે જિલ્લા સ્તરીય મીની વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પૂર્વ તૈયારીના ભાગ યોજાયો હતો.જેમાં મોરબી જિલ્લામાં નવા શરૂ થનાર અનેક ઔદ્યોગિક એકમો વચ્ચે મૂડી રોકાણ માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. આ તકે પ્રભારી મંત્રીના હસ્તે જિલ્લાના વિવિધ એકમોને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ-સબસીડીના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજયકક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકારીયા, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, સંઘ અગ્રણી ડો.જયંતિભાઇ ભાડેસીઆ, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મંત્રીઓ કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ જાડેજા અને જેઠાભાઈ મિયાત્રા તેમજ ઉદ્યોગ કમિશનર કલેક્ટર, ઇન્ચાર્જ ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા.ખાસ કરીને જિલ્લાના ઉદ્યોગકારો માટે જીએસટી અને લેબર કાયદાઓ, GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ) તથા સરકારની વિવિધ ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓ વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમથી મોરબી જિલ્લામાં નવા રોકાણોને પ્રોત્સાહન મળ્યું હતું અને આગામી રાજકોટ રિજનલ કોન્ફરન્સ માટે મજબૂત પાયો મોરબીમાં તૈયાર થયેલ છે.

કાર્યક્રમમાં સૌને આવકારતા પ્રસંગીક ઉદબોદનમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે મોરબીની અંદર જે સીરામીક ઉદ્યોગ છે તેમાં તંદુરસ્ત હરીફાઈને બદલે હવે કટ્ટર હરીફાઇએ વેગ પકડ્યો છે.જેને લઇને તેનો ફાયદો ગ્રાહકોને તો ચોક્કસ થાય છે.પરંતુ સીરામીક ઉદ્યોગ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે.આ માટે ઉદ્યોગએ પોતાની પ્રોડક્ટનો ભાવ વધારવો જોઈએ અને આંતરિક હરીફાઈ ને બદલે સહિયારા પ્રયાસોથી ઊંચા ભાવ કેમ મળે ? અને કોઈપણ જાતનો વધારાનો ખર્ચ કર્યા વગર કઈ રીતે આવક વધારી શકાય તે દિશામાં હળીમળીને કામ કરવું જોઈએ.ઉદ્યોગને મદદ થવા માટે સરકાર હંમેશા માટે તૈયાર જ છે અને આ સમિટ દરમિયાન તેની પ્રતિતિ ઉદ્યોગપતિઓને થશે તેમ તેઓ જણાવ્યું હતું. મોરબીની અંદર 90 હજાર કરોડનું ટર્નઓવર છે.3000 જેટલા યુનીટોમાં દેશભરના 1.5 લાખ જેટલા લોકોને રોજગારી મળે છે અને માત્ર સીરામીકનું જ 45,000 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે ત્યારે આ બાબતે આગામી રોડમેપ તૈયાર કરીને તે દિશામાં કામ કરવું જરૂરી બન્યું છે.

જ્યારે સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, આગામી સમય જે દિશાનો હોય તે દિશામાં કામ કરવું જોઈએ અને તેના માટે એઆઇ, સેમિકન્ડક્ટર, રોબોટિક જેવા ભવિષ્યની જે તકો છે તે દિશામાં આગળ વધવું જોઈએ.તેવી બાબતોનું ધ્યાન રાખીને તે દિશાના ઉદ્યોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જ્યાં પણ ઉદ્યોગ થાય તેના આસપાસના અનેક જિલ્લાઓને તે ઉદ્યોગોનો ફાયદો મળતો હોય છે માટે સરકાર દ્વારા ઉદ્યોગોને જે કોઈપણ જરૂરિયાત હશે તે ચોક્કસ પૂરી કરવામાં આવશે જેથી લોકોને રોજગારી પણ મળે અને ઉદ્યોગકારોને ભવિષ્યમાં સારી તકો મળી રહે.જ્યારે સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગોને આવકારવા સરકાર સતત તૈયાર છે સિરામિક ઉદ્યોગને પાણી સહિતની જે કોઈ જરૂરિયાત છે તેના માટે સર્વે કરવાનું કહેવામાં આવ્યું છે અને સર્વે થયા બાદ કઈ રીતે ઓછા દરે સિરામિકને પાણી મળી રહે તેવા પણ પ્રયત્નો સરકાર તરફથી થઈ રહ્યા છે અને જે કોઈ પ્રોડક્ટની ક્વોલિટી છે તે ક્વોલિટીને ઊંચા લેવલે લઈ જઈને તે ઊંચી ક્વોલિટીનો માલ ઉંચા ભાવે વેચવામાં આવે અને કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના મોરબીને 1000 કરોડથી વધુનો ફાયદો થઇ શકે તેમ છે તે માટે આંતરિક હરિફાઇ છોડીને સારી ગુણવત્તાની પ્રોડક્ટ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોશે.

આ તકે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જયરાજભાઇ પટેલે જણાવ્યું હતું કે મોટા ઉદ્યોગો તો પોતાના પ્રશ્નો કોઈપણ રીતે ઉકેલી લેતા હોય છે પરંતુ જે નાના કદના અને ગૃહ ઉદ્યોગો જેવા ઉદ્યોગો છે તે ઉપરાંત સ્થાનીક ઉદ્યોગો છે તેને પ્રોત્સાહન મળે તે બાબતે તંત્રએ પ્રાધાન્ય આપવું જોઈએ અને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી જ રોજગારીનું વધુ મહત્તમ સર્જન થઈ શકે તેમ છે.તે ઉપરાંત ઉદ્યોગ કમિશનર આર.એન.ડોડીયાએ આગામી સમિટ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કયા કયા કાર્યક્રમ યોજવાના છે ? કઈ રીતે ઉદ્યોગકારોને તક મળશે ? તે બાબતે વિસ્તૃત છણાવટ કરી હતી તે ઉપરાંત વિદેશથી સીધું રોકાણ વધે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે અને હાલે દેશમાં ફોરેન કન્ટ્રીમાંથી આવતા રોકાણમાં ગુજરાત ત્રીજા ક્રમે છે અને આ બાબત દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભારી છે કે જેઓએ તેમના સમયમાં ગુજરાતની અંદર વાઇબ્રન્ટ સમિટ કર્યા અને તેનો લાભ આજે ગુજરાત અને સમગ્ર દેશને મળી રહ્યો છે.

તે ઉપરાંત કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ઉદ્યોગકારો માટે વિદેશની અંદર પણ અહિંના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ વેચી શકે તેવા એક પ્લેટફોર્મની તૈયારી કરી રહ્યું છે.ત્યારે ઉદ્યોગકારોની પણ ફરજ છે કે તેઓએ આવી વાઇબ્રન્ટ સમિટમાં જોડાવું જોઈએ અને આગામી ટ્રેન્ડ શું છે ? તે સમજવું જોઈએ અને તેને સમજીને તેની સાથે તાલમેલ મિલાવવા માટે જરૂર પડે ત્યાં સરકારના જે તે વિભાગોનો મદદ લઈને પણ સરકારનો જે અભિગમ છે તેની સાથે જોડાઈને વધુને વધુ નિકાસમાં કઈ રીતે સહભાગી બની શકાય તે દિશામાં ઉદ્યોગકારોએ વિચારીને આવા સમિટમાં ચોક્કસ જોડાવું જોઈએ તેવી અપીલ કરી હતી.મોરબી અંદર યોજાયેલા આજના કાર્યક્રમમાં 2470 કરોડના વિવિધ ક્ષેત્રોના એમઓયુ થયા હતા તેમ કલેક્ટરએ જણાવેલ છે.






Latest News