સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારી અને અકસ્માત કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં મારામારી અને અકસ્માત કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી કોર્ટ દ્રારા મારામારી અને અકસ્માત કેસમા આરોપીઓનો નિર્દોષ છુટકારો કરવામાં આવેલ છે.

મારામારીના કેશની હકીકત એવી છે કે, જેતે સમયે આરોપીઓ માવજીભાઇ કરશનભાઇ જાદવ, વિજયાબેન માવજીભાઇ જાદવ, સંજયભાઇ માવજીભાઇ જાદવ, પ્રવિણભાઇ બાવજીભાઇ મકવાણા રહે.નેકનામ, તા.ટંકારા તેમજ સુરેશભાઇ ખાપરીયાભાઇ ગણવા, શંકરભાઇ મંગાભાઇ ખરાડી રહે.હમીરપરની સીમ છગન ભાણજી ચીકાણીની વાડીમાં તા.ટંકારા, જી.-મોરબી એ લાકડી, છરી, લોખંડના પાઇપ, ધારીયુ જેવા ઘાતક હથીયારોથી ફરીયાદીને ગંભીર ઇજા પહોંચાડી, પગ ભાંગી નાખ્યા હતા.જેની ફરીયાદ ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમા કરી હતી.જે અંગેનો ફોજદારી કેસ ટંકારાની જ્યુ. મેજી.ફ.ક.સાહેબની કોર્ટમા ફોજદારી કેસ નં.૩૦૬/૨૦૧૬ થી નોધાયો હતો.ફરીયાદના કામે આરોપી પૈકીના માવજીભાઇ ગુજરી જતા તેમની સામેનો કેસ એબેટ કરવામા આવેલ.આ અંગેનો કેસ ટંકારાની જ્યુ. મેજી.ફ.ક.સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી વતી સિનિયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.

જયારે અકસમાત બનાવની વિગત જોઈએ તો મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં તા.૩૧-૧-૨૪ ના રોજ ફરીયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભીની એવી ફરીયાદ કરી હતી કે આ કામના આરોપીએ પોતાના હવાલાનો ટ્રક જેનો રજી.નંબર જીજે ૧ એક્ષ ૩૩૮૮ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી બેદરકારીથી ફરીયાદીના પત્નિને ટકકર મારી પાડી દઈ માથામાં પાછળના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યુ હતુ.આ કેસમાં આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણની ધરપકડ કરી હતી.જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારીની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલે દલીલ કરેલ કે ફરીયાદ પક્ષે સાહેદોના સી.આર.પી.સી. કલમ-૧૬૪ ના નીવેદનો લીધેલા છે અને બનાવ સ્થળેના સીસીટીવી ફુટેજ પણ લેવામાં આવેલ હોય તથા નજરે જોનાર સાહેદોના નિવેદનો પણ લેવામાં આવો હોય તેમ છતા પણ ફરીયાદ પક્ષ તેનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે. અને મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.આ કામે તપાસ કરનાર અધીકારીએ તેનો કોઈ આધાર પુરાવો આ કામે રજુ રાખેલ નથી તેમજ તપાસ કરનાર અધીકારીએ બનાવ સ્થળેના સી.સી.ટી.વી. ફુટેજ રજુ રાખેલ છે તેમાં પણ આરોપી ટ્રક ચલાવતા હોય તેવુ સ્પષ્ટપણે જણાય આવતુ નથી જેના આધારે આરોપીને સજા ન થઈ શકે.

બચાવ પક્ષે વધુ દલીલ કરવામાં આવેલ કે શંકા કયારેય સાબીતીનુ સ્થાન ન લઈ શકે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે કોઈપણ કેસમાં મોટીવ સાબીત કરવો જ પડે તો જ સજા થઈ શકે આમ બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના અનેક ચુકાદા રજુ કરેલ તે તમામ ચુકાદા તથા દલીલોને માન્ય રાખી તથા ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ તેમજ એવુ પણ નોંધેલ કે ફરીયાદ પક્ષના કેસમાં ઘણી વખત ખામી રહેલ હોય જેથી આરોપીને સજા થઈ શકે નહી.આ કેસમાં દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.






Latest News