હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસે દારૂની ગોડાઉન રેડ બાદ ગોડાઉનના માલિક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના ટિંબડી પાસે દારૂની ગોડાઉન રેડ બાદ ગોડાઉનના માલિક સામે ગુનો નોંધાયો

મોરબી નજીકના ટીંબડી ગામ પાસે તાલુકા પોલીસે દારૂની ગોડાઉન રેડ કરી હતી અને દારૂ બિયરનો મોટો જથ્થો ત્યાંથી ઝડપી પાડ્યો હતો જોકે ગોડાઉનના માલિકે ભાડા કરારની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ ન હોય હાલમાં ગોડાઉનના માલિક સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ટિંબડી ગામ પાસે આવેલ ગણેશ કોમ્પલેક્ષના પાર્કિંગમાં ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 94.77 લાખનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જોકે જે તે સમયે આરોપી સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે તેવામાં ગોડાઉનના માલિક દ્વારા ભાડા કરાર કરીને તે અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરેલ ન હતી જેથી જાહેરનામાના ભંગ સબબ ગોડાઉનના માલિક દુર્લભજીભાઈ ગણેશભાઈ છનિયારા (55) રહે. આઇકોન રેસિડેન્સી એસપી રોડ મોરબી વાળા સામે ગુનો નોંધીને તેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News