મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ભારે વાહન માટે બંધ કરાયેલ પુલ ઉપરથી સ્કૂલ બસ લઈને નીકળેલા બે વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









ટંકારા તાલુકામાં ભારે વાહન માટે બંધ કરાયેલ પુલ ઉપરથી સ્કૂલ બસ લઈને નીકળેલા બે વાહન ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાથી ધ્રોલ જવાના રોડ ઉપર આવેલ ખાખરા ગામ નજીક આજી નદી ઉપર પુલ આવેલ છે તેનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે અને ત્યાંથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ ત્યાંથી ભારે વાહનો પસાર થતા હોય છે તેવા સમાચાર સામે આવ્યા હતા ત્યાર બાદ ટંકારા પોલીસે બે સ્કૂલ બસના ચાલક સામે કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના ખાખરા ગામ પાસે આવેલ આજી નદી ઉપરનો પુલ રિપેર કરવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને આ પુલ ઉપરથી ટ્રક ડમ્પર બસ સહિતના વાહનોની અવર-જવર બંધ કરવામાં આવેલ છે તેમ છતાં પણ ભારે વાહનના ચાલકો ત્યાં મૂકવામાં આવેલ ગટરને તોડી નાખીને ત્યાંથી પોતાના ભારે વાહનોને પસાર કરતા હોય છે તે પ્રકારના સમાચાર સામે આવ્યા હતા તેવામાં ખાખરા ગામ નજીક નદી ઉપર જે પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાંથી સ્કૂલ બસ નંબર આરજે 32 પીએ 0284 લઈને વાહન ચાલક પસાર થતાં કલેકટરના જાહેરનામાથી માહિતગાર હોવા છતાં તેનો ભંગ કરવા બાદ બસ ચાલક ચાલક મનહરભાઈ મલાભાઇ જરૂ (45) રહે. લતીપર નવાપરા વિસ્તાર તાલુકો ધ્રોલ વાળાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે બીજી સ્કૂલ બસ નંબર જીજે 6 ઝેડ 2335 લઈને તેના ચાલક શૈલેષભાઈ નાથાભાઈ કોટડીયા (58) રહે. થોરીયાળી તાલુકો પડધરી વાળો પસાર થતાં તેની સામે પણ જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબાબ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી




Latest News