મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક આઇસરમાં ધડાકાભેર કાર ઘૂસી ગઇ, મહિલા સહિત ત્રણને ઇજા: કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક આઇસરમાં ધડાકાભેર કાર ઘૂસી ગઇ, મહિલા સહિત ત્રણને ઇજા: કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી રાજકોટ હાઇવે રોડ પર આવેલ અજંતા કારખાના નજીકથી યુવાન આઇસર લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન મોરબી તરફથી રાજકોટ બાજુ જઈ રહેલ સ્વિફ્ટ ગાડીના ચાલકે ધડાકા તેની કાર આઇસરમાં અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં કારમાં બેઠેલ મહિલા સહિતના લોકોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ અમરેલી જિલ્લાના રહેવાસીના હાલમાં રાજકોટના મેટોડા ગેટ નંબર-2 પેટ્રોલ પંપની પાછળના ભાગમાં ભાડાના મકાનમાં રહેતા નરેશભાઈ રામજીભાઈ સારીખડા (46)એ સ્વિફ્ટ કાર નંબર જીજે 36 જે 9768 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ અજંતા કારખાના નજીક આવેલ એટીએમ સામેની કટમાંથી તે પોતાનું આઇસર વાહન પસાર કરવા જઈ રહ્યા હતા ત્યારે મોરબી તરફથી આવી રહેલ સ્વિફ્ટ કારના ચાલકે ફરિયાદીના આઇસર નંબર જીજે 3 બીટી 9640 માં કારને અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કાર ચાલક તથા કારમાં બેઠેલ મહિલા સહિતનાઓને માથા મોઢા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર તેઓને સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં આઇસર ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી ખાતે છે




Latest News