મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૪૧ ગામોમાં લોકોને મળતી સરકારી સવલત અને લોકોના પ્રશ્નો બાબતે અધિકારીઓએ કરી સમિક્ષા


SHARE







મોરબી જિલ્લાના ૪૧ ગામોમાં લોકોને મળતી સરકારી સવલત અને લોકોના પ્રશ્નો બાબતે અધિકારીઓએ કરી સમિક્ષા

મોરબી જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ગામડાઓમાં જઈને ત્યાં લોકોની મળતી સરકારી સવલતોની માહિતી મ્લેવી રહ્યા છે અને લોકોના પ્રશ્નો બાબતે તલસ્પર્શી નિરીક્ષણ કરીને ગ્રામજનોની મુલાકાત કરી રહ્યા છે તેવામાં શુક્રવારે વહીવટી તંત્રના ૪૦ અધિકારીઓએ ગામડાઓની આકસ્મિક મુલાકાત લીધી હતી અને વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણની સુનિશ્ચિતતા તપાસી હતી તેમજ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લોકોને સુલભ બને તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી તા.૧૨/૧૨ ના રોજ વહેલી સવારથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જિલ્લાના ૪૦ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે.

આ મુલાકાત અન્વયે મોરબીના ૧૨, માળિયાના ૦૨, હળવદના ૦૭, ટંકારાના ૦૫ અને વાંકાનેરના ૧૪ ગામ મળી કુલ ૪૧ ગામમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા કરવામાં આવી છે. પ્રજા હિતલક્ષી મહત્વની સેવાઓ અને કામગીરીની સુલભતા સાથે ગામડાઓમાં સરકારી મકાનો/ કચેરીની સ્વચ્છતા તથા સ્વચ્છતા માટેનું આયોજન, સફાઈ માટેની નિયમિત અને કાયમી વ્યવસ્થા તથા સ્વચ્છતા ઝુંબેશની અમલવારી અને જાગૃતિ સહિતના મુદ્દાઓ પર વધુ ભાર મુકવામાં આવ્યા છે.

અધિકારીઓ દ્વારા ગામડાઓમાં પહોંચી પીએચસી સીએચસી સબ સેન્ટરની કામગીરી અને સ્ટાફની હાજરી,  તલાટી અને ગ્રામ સેવકની કામગીરી અને હાજરી, ગામમાં પીવાના પાણી બાબતે ઉપલબ્ધ સુવિધાઓ સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. ઉપરાંત આંગણવાડી, શાળા, મધ્યાહ્ન ભોજન તથા સસ્તા અનાજની દુકાનો અને સહકારી મંડળીઓની પણ મુલાકાત લઈ યોગ્ય સમીક્ષા કરવામાં આવી છે.

આકસ્મિક મુલાકાત અનુસંધાને સરકારીની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડા સુધી પહોંચે અને રોડ રસ્તા, આરોગ્યપ્રદ જીવન પ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર માટે સુલભ અને તે બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે






Latest News