મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના ચકમપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ચકમપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા જયેશ મંગાભાઈ નાયક (30) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એન.મિયાત્રા દ્વારા કરવામાં આવી હતી અને યુવાને ક્યા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના અમરેલી ગામ પાસે આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતા પ્રદીપ કિશોરભાઈ નકુમ (19) નામના યુવાનને ખેતલા આપા ટી સ્ટોલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે લેવીસ ગ્રેનાઈટો કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહનભાઈ રામદયાલભાઈ (27) નામનો યુવાન પગ લપસી જવાના કારણે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બેભાન થઈ ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શોટ લાગ્યો

ભચાઉ તાલુકાના કટારીયા ખાતે શબ્બીર જાનમામદ રાઉમા (29) નામના યુવાનને કામ દરમિયાન પાણીના ટાંકા પાસે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News