મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર ગામેથી ચોરી કરેલ ત્રણ ભેંસ અને એક પાડી સાથે આરોપીની ધરપકડ


SHARE







































હળવદના રાતાભેર ગામેથી ચોરી કરેલ ત્રણ ભેંસ અને એક પાડી સાથે આરોપીની ધરપકડ

હળવદના રાતાભેર ગામ પાસે વાડી વિસ્તારમાંથી જુદા જુદા ત્રણ વ્યક્તિઓની ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી 1 લાખ રૂપિયાની કિંમતના અબોલજીવની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં ચોરાઉ અબોલજીવ સાથે આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના રાતાભેર ગામે રહેતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયા (37)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે અબોલજીવની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાતાભેર ગામની સીમમાં જીઇબી પાસે તેઓની તથા અન્ય સાહેદોની વાડી આવેલ છે અને ફરિયાદીએ પોતાની વાડીએ એક ભેંસ અને એક પાડીને બાંધીને રાખ્યા હતા જે 40,000 ની કિંમતના બે અબોલજીવની ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત અરજણભાઈની વાડીએથી એક ભેંસ અને વાઘજીભાઈની વાડીએથી એક ભેંસ જે બંનેની કિંમત કુલ મળીને 60 હજાર રૂપિયા આમ કુલ મળીને 1 લાખની કિંમતના ચાર અબોલ જીવની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનાની તપાસ દરમ્યાન હરવિજયસિંહ ઝાલા અને સાગરભાઇ કુરિયાને મળેલ બાતમી આધારે વાંકીયા ગામની સીમમાંથી એક ઈસમને ત્રણ ભેસ અને એક પાડી સાથે પકડીને તેની પૂછપરછ કરવા આવતા અબોલજીવ ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને 1 લાખ રૂપિયાની કિંમતના ત્યારે અબોલજીવ સાથે આરોપી જયંતિભાઈ છગનભાઈ સોનગઢી (42) રહે. ધરમપુર ટિંબડી શક્તિ પેકેજીંગની બાજુમાં મૂળ રહે રાલેજ તાલુકો ખંભાત વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
















Latest News