મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

શોખ ભારે પડ્યો: વાંકાનેરના રાણેકપરમાં રહેતા યુવાને બાર બોરના હથિયાર સાથે ઈન્સ્ટાગ્રામમાં ફોટો મુકતા ગુનો નોંધાયો: બેની ધરપકડ


SHARE











શોખ ભારે પડ્યો: વાંકાનેરના રાણેકપરમાં રહેતા યુવાને બાર બોરના હથિયાર સાથે ઈન્સ્ટાગ્રામમાં ફોટો મુકતા ગુનો નોંધાયો: બેની ધરપકડ

સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા મૂકીને ઘણી વખત ગુનાહિત કૃતિઓ કરવામાં આવતા હોય છે તેવી જ રીતે વાંકાનેર નજીક આવેલ રાણેકપર ગામના બોર્ડ પાસે ઈંડાની લારી ધરાવતા શખ્સે બાર બોર ડબલ બેરેલ હથિયાર સાથે ફોટો પાડીને ઈન્સ્ટાગ્રામમાં તેને વાયરલ કર્યો હતો જેથી કરીને હથિયાર સાથે ફોટો પાડનાર તથા ફોટો પાડવા માટે હથિયાર આપનાર બંને સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એસઓજીની ટીમે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને પકડી આગળની કાર્યવાહી કરી છે.

મોરબી જિલ્લા એસઓજી ની ટીમના ધ્યાન ઉપર સોશિયલ મીડિયામાં મુકાયેલ હથિયાર સાથેનો ફોટો આવ્યો હતો તે બાબતે તપાસ કરતા વાંકાનેર નજીક આવેલ રાણેકપર ગામે રહેતા અને ઈંડાની લારી ધરાવતા દુર્વેશ મહેબૂબભાઈ માથકિયા (21) એ બાર બોર ડબલ બેરલના હથિયાર સાથે ફોટો પાડીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફોટો વાયરલ કર્યો હતો જે બાબતે તપાસ કરતા દુર્ગેશ માથકિયા પાસે હથિયાર લાયસન્સ કે પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય ઊભો કરવા માટે અને પોતાના શોખ માટે તેણે હથિયાર સાથે ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને તે હથિયાર ફોટો પાડવા માટે તેને અલ્તાબભાઈ હુસેનભાઇ માથકિયા રહે. રાણેકપર વાળાએ આપ્યું હોવાનું સામે આવતા લાયસન્સ ધારકની શરતનો તેના દ્વારા ભંગ કરવામાં આવ્યો હતો જેથી બંને સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ગુનામાં બંને આરોપીને પકડીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News