મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે યુવાન સહિત બે વ્યક્તિને કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ: વાહનમાં કર્યું નુકશાન


SHARE







હળવદના માથક ગામે યુવાન સહિત બે વ્યક્તિને કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ: વાહનમાં કર્યું નુકશાન

હળવદના માથક અને રણછોડગઢ ગામ વચ્ચે આવેલ ખેતર પાસે યુવાન વાળ બનાવવા માટેનું કામ કરી રહ્યો હતો ત્યારે માથક ગામનો શખ્સ ત્યાં કાર લઈને આવ્યો હતો અને તેણે યુવાન સહિત બે વ્યક્તિઓને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં પરંતુ તેની કાર બેફિકરાયથી ચલાવીને યુવાનના બાઇક તથા સાહેને હડફેટે લીધા હતા જેથી વાહનમાં નુકસાન થયું હતું અને સાહેને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના માથક ગામે બસ સ્ટેશન પાસે રહેતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર (42)એ હાલમાં હળવદ પોલીસ સ્ટેશનમાં મિતરાજસિંહ હરપાલસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે અને સાહે ખોડાભાઈ પોતાના ખેતરમાં વાડ કરવા માટેનું કામ કરતા હતા ત્યારે આરોપી તેની કાર નંબર જીજે 21 1179 લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેને ગાળો આપીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીના બાઇક અને સાહે ખોડાભાઈને કારથી હડફેટે લીધા હતા જેમાં ફરિયાદીના વાહનને નુકસાન થયું હતું તેમજ ખોડાભાઈને હાથે, પગે અને શરીરે ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News