મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના રવાપર નદી ગામે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં કામ દરમ્યાન દાઝી ગયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં પખવાડીયા સુધી મોત સામે ઝઝુમ્યા બાદ ગઇકાલે સારવાર દરમિયાન મજુર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ભરતનગર આઇટીઆઇની પાછળ આવેલ રવાપર નદી ગામે એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામ યુનીટમાં બોઇલર ઉપર કામ કરતા સમયે દાઝી ગયેલા અર્જુન બાબુભાઇ નામના ૨૯ વર્ષીય યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. છેલ્લા એક પખવાડિયા સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ મજૂર અર્જનભાઇ બાબુભાઈ (૨૯) નામના મજુર યુવાનનું ગઈકાલ તા.૧૬-૧૨ ના રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.હાલ મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.

ચકમપર ગામે મારામારી

મોરબી તાલુકાના ચકમપર ગામે ગઈકાલ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દિનેશ કાંતિલાલ ચૌહાણ નામના ૩૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને જેતપર પીએચસી ખાતે સારવારમાં લઈ જવાયો હતો.બનાવની નોંધ કરીને બીટ જમાદાર આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ ઉપર ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિશાલ રામાભાઇ મુખીયા (૧૯), અનીતાબેન ભુષણભાઈ ચૌધરી (૩૫) અને ભૂષણભાઈ હરેન્દ્રભાઇ ચૌધરી (૪૫) નામના ત્રણ લોકોને ઇજાઓ થતાં તેને સારવાર માટે અત્રેની સિવિલમાં ખસેડાયા હતા.બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ. જાડેજાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે તે રીતે જ મોરબીના રંગપર ગામે સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો પ્રણવ પરિતોષભાઇ બાલા નામનો ૩૦ વર્ષીય યુવાન શહેરના સામાકાંઠે ત્રાજપર ચોકડી પેટ્રોલ પંપ નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો.






Latest News