મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્યએ હળવદ રોડ ઉપરના સિરામિક ઉદ્યોગકારોના રોડ રસ્તા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને આપી સૂચના


SHARE







ટંકારાના ધારાસભ્યએ હળવદ રોડ ઉપરના સિરામિક ઉદ્યોગકારોના રોડ રસ્તા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને આપી સૂચના

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં ટંકાર અને ધારાસભ્ય દ્વારા ઉદ્યોગકારો સાથે મીટીંગ કરવામાં આવી હતી અને ખાસ કરીને તેઓના રોડ તથા વીજ લાઈન અંડર ગ્રાઉન્ડ નાખવા સહિતના પ્રશ્નોની રજૂઆતને ધ્યાને લઈને તેનું નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી

હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાતે આવેલ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાએ ઉધોગકારો સાથે એકોર્ડ સ્લેબ ટાઇલ્સમા મિટીંગ કરેલ હતી અને ખાસ ઉંચી માંડલથી તળાવિયા રોડ પર ટ્રાફિકને અડચણ રુપ થતી બને સાઇડની ૧૧ કેવીની વિજ લાઇનોને અંડર ગ્રાઉન્ડ કરી વીજપોલ દુર કરવા પીજીવીસીએલના સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી તેમજ એકોર્ડ સિરામિક પાસે નર્મદા કેનાલ ઉપરના બ્રિજને પહોળો કરવા નર્મદા વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ તળાવિયા શનાળા ગામથી નીચી માંડલના કાચા માર્ગને સીસી બનાવવા અને ઘુંટુ ગામથી તળાવિયા શનાળા રોડ સુધીના કાચા માર્ગને સીસી રોડ બનાવવા, તળાવિયા શનાળા સીસી રોડને પહોળો બનાવવા સ્થળ વિઝિટ કરી હતી. અને ઉધોગકારોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા આ મિટિંગમા સિરામિક એસો.ના પુર્વ પ્રમુખ નરભેરામભાઇ સરડવા, પુર્વ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત, કેપેકસીલના સિરામિક પેનલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયા, નિલસન ગૃપના સંજયભાઈ માકાસણા સાથે અગ્રણી ઉદ્યોગપતિ ભગવાનજીભાઈ, કેતનભાઈ (બાથેરો ગૃપ), જીતુભાઈ (લેવીસ ગૃપ) તેમજ યુવા ઉધોગકારો હાજર રહ્યા હતા અને તેઓએ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાનુ સ્વાગત અભિવાદન કર્યું હતું.






Latest News