મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત


SHARE







મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત

મોરબી ઉદ્યોગનગરી છે અને અહી બાહરના રાજ્યમાંથી ઘણા વેપારીઓ સહિતના લોકો આવે છે તો પણ અહીથી લાંબા અંતરની એકપણ ટ્રેન નથી માટે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ટ્રેન ફાળવવામાં આવેલ નથી જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકર દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને લાંબા અંતરોની પેસેન્જર ટ્રેનો ફાળવવા માટેની અને નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની માંગ કરેલ છે.

મોરબીમાં રહેતા જયેશભાઈ મકવાણાપશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરી  છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રેલવે સ્ટેશનને 25 વર્ષમાં માત્ર ડેમું ટ્રેન એક જ પેસેન્જર ટ્રેન તરીકે મળેલ છે. અને તે પણ અવાર નવાર ખરાબ થઈ જાય છે જેથી મુસાફરોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે. માટે વહેલી તકે મોરબીથી વાંકાનેર ઈલેક્ટ્રીક ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવે, ગાંમધીધામ કામખીયા વાયા મોરબી આ પેસેન્જર ટ્રેન અઠવાડિયામાં બે દિવસ ચાલે છે, ગાંધીધામ બાંદ્રા વાયા મોરબી પેસેન્જર ટ્રેનનો સમય 5-6 કલાક વહેલી કરી ડ્રેઈલી ટ્રેન ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેનો વાયા મોરબી થઈને ચલાવવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના મુસાફરોને ફાયદો થાય તેમ છે અને  ઓખા રાજકોટ પેસેન્જર ટ્રેનને મોરબી સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરેલ છે. આ ઉપરાંત મોરબી નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવા માટેની પણ રજૂઆત કરી હતી.






Latest News