મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બેભાન થઈ જતાં સારવારમાં ખસેડાયેલ સિક્યુરિટી ગાર્ડનું મોત


SHARE







































મોરબી નજીક કારખાનામાં બેભાન થઈ જતાં સારવારમાં ખસેડાયેલ સિક્યુરિટી ગાર્ડનું મોત

મોરબી નજીકના ઘૂટું ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા આધેડ ફરજ ઉપર હતા ત્યારે આશરે દસેક વાગ્યાના અરસાના તે બેભાન થઈ જતા તેને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઘૂટું ગામની સીમા આવેલ કોરલ ટાઇલ્સ યુનિટ-1 ની લેબર કોલોનીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા રાજુભાઈ રામમિલન વિશ્વકર્મા (50) નામના આધેડ તા. 24/11 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કામ ઉપર હતા દરમિયાન તે અચાનક બેભાન થઈ જતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની પુષ્પાબેન શારદાપ્રસાદ વિશ્વકર્મા (61) રહે. મૂળ મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂનો આથો ઝડપાયો

માળીયા મિયાણામાં આવેલ માલાની શેરીમાં રહેતા ફારૂક દિલાવર જેડાના કબજા વાળા મકાનની ઓરડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી મોસીનભાઈ આદમભાઈ માલાણી (35) રહે. માલાણી શેરી માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને રેડ દરમિયાન બીજો આરોપી ત્યાં હાજર ન હોવાથી બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
















Latest News