મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત


SHARE







મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત

હાલમાં SIR ની કામગીરી ચાલી રહી છે ત્યારે ઘણા લોકોના નામ 2002 ની યાદીમાં નથી અને ઘણા લોકોને ગણતરી પત્રકના ફોર્મ મળેલ નથી જેથી લોકો અને ખાસ કરીને બીએલઓ હેરાન થઈ રહ્યા છે જેથી કરીને તાત્કાલિક તેની મુશ્કેલીને દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના પ્રેદેશના જોઇન્ટ સેક્રેટરીરાજયના મુખ્ય ચંટણી કમિશ્નરને રજૂઆત કરેલ છે.

આમ આદમી પાર્ટી જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્ય ચંટણી કમિશ્નરને લેખીત રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, SIR ની કામગીરી ચાલી રહી છે. તેમાં ઘણા મતદારો પાસે ચૂંટણી કાર્ડ છે. તેઓએ મતદાન પણ કરેલ છે. પરંતુ તેઓને હાલમાં ગણતરી પત્રકના ફોર્મ મળેલ નથી. જેથી આવા મતદારો હેરાન છે તો તેઓને તાત્કાલિક ગણતરી પત્રક ફોર્મ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને તેઓના નામ મતદાર યાદીમાં રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં જણાવ્યુ છે કે, બીએલઓ જ્યારે ઓન લાઇન મેપિંગ કરે છે. ત્યારે ઘણા મતદારોના નામ વેરીફાઈ થતા નથી. આ માટે ચૂંટણી પંચના ખોટા અપલોડ થયેલા ડેટાના કારણે આવું થાય છે. તો આ ડેટા સુધારીને અપલોડમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી પણ માગણી કરેલ છે. આ ઉપરાંત ઘણા લોકોના નામ 2002 ની યાદીમાંથી ગાયબ છે. એટલે તેઓ પોતાના ફોર્મ ભરી શકતા નથી. જેથી તેના માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે.




Latest News