મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના નવા સાદુકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર નવા સાદુકા ગામ પાસે આવેલ હોટલ સામેથી ત્રીપલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનના મોત નીપજયાં હતા જ્યારે એક યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાનું લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલ જુવાનસિંહ રાવત (26)એ ટ્રક નંબર જીજે 3 બીઝેડ 9417 માં ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 19/11 ના રાત્રીના 11:30 વાગ્યાના બાઈક નંબર જીજે 3 એફજી 3228 લઈને અમિતકુમાર રમેશકુમાર વિશ્વકર્મા તથા તેની સાથે બાઈક ઉપર શિવરામ ભેરુસિંહ ભાભર અને અલ્કેશ કૈલાશભાઈ સરિયામ ત્રણે મોરબી તાલુકાના નવા સાદુકા ગામ પાસે આવેલ સર્વોદય હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ત્રીપલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક ચાલક અમિતકુમાર વિશ્વકર્મા તથા શિવરામ ભાભરને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંને યુવાનના મોત નીપજયાં હતા જ્યારે અલ્કેશભાઇને પગમાં અને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે અને આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે.






Latest News