મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે જગ્યાએથી દારૂની નાની 41 બોટલ સાથે બે શખ્સ પકડાયા


SHARE











મોરબીમાં જુદીજુદી બે જગ્યાએથી દારૂની નાની 41 બોટલ સાથે બે શખ્સ પકડાયા

મોરબીના વજેપરમાં આવેલ મતવા ચોક પાસે અને ગાંધી સોસાયટીમાં ઘરમાં દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે દારૂની નાની કુલ મળીને 41 બોટલ પોલીસે કબ્જે કરી હતી અને બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના વજેપરમાં આવેલ મતવા ચોક પાસે ગેબનશાપીરની દરગાહ નજીક દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 35 બોટલ મળી આવતા પોલીસે 4970 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રસુલભાઈ હાજીભાઈ શાહમદાર (32) રહે. વજેપર મતવા ચોક ગેબનશાપીરની દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ દારૂની બોટલો જાવેદભાઈ રહે. વીસીપરા મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે જયારે મોરબી ગાંધી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ પરમારના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 6 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 558 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પ્રવીણભાઈ ખીમજીભાઇ પરમાર (55) રહે. ગાંધી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા (42) રહે. હાલ ઢુવા ગામની સીમ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News