મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુરથી નીચી માંડલ સુધીના રોડના કામનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા


SHARE









મોરબીના લખધીરપુરથી નીચી માંડલ સુધીના રોડના કામનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા

મોરબીમાં લખધીરપુરથી નીચી માંડલ સુધીનો નવો રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેવામાં ટંકારાના ધારાસભ્યએ આજે સ્થળ ઉપર જઈને ચાલુ કામનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીને સ્થળ ઉપરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબીમાં નેશનલ હાઇવે રોડ થી લખધીરપુર થઈને નીચી માંડલ સુધીનો ૧૦ મીટર પહોળો સીસી  રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા પહોચ્યા હતા અને હાલમાં ચાલી રહેલ કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉદ્યોગકારોની માંગણી મુજબ નેશનલ હાઇવે એપ્રોચ રસ્તાના વિજપોલ અને અન્ય દબાણો હટાવી ફેનીંગ એરીયાની લંબાઇ પહોળાઈ વધારવા માટે અધિકારીઓને સ્થળ પરથી જ ધારાસભ્ય દ્વારા સુચના આપવામાં આવી હતી. અને કેનાલ રોડથી ઘુંટુ તરફ જતા નવા બનેલ સીરામિક ક્લસ્ટરના સીસી રોડ ઉપર ઘુંટુ નદી ઉપર સ્મશાન પાસે નવો બ્રીજ બનાવો જરુરી છે. જેથી કરીને ચોમાસામાં ત્યાં પાણી ભરાયેલ હોય તો પણ ભારે વાહનોની અવર જવર જુના ઘુંટુ રોડ પર કરી શકાય તેમ છે. આ ઉપરાંત હાલમાં લખધીરપુર રોડથી ઘુંટુ વાયા લિવોલા થઇને જતા સીસી રોડનુ કામ પ્રગતિમાં છે. જેમાં પણ ઘુટુ ગામની નદીના હૈયાત વોકળા પર બ્રીજ બનાવો જરુરી છે. આ બ્રીજ બને તો જ લખધીરપુરથી હળવદ રોડને કનેક્ટિવિટી મળે તેમ છે. આ બાબત ધારાસભ્ય સાથે વાત કરતાં તેઓએ બ્રીજ માટે પણ અધિકારી સાથે વાત કરીને જરૂરી સૂચના આપેલ છે. અને દરખાસ્ત મોકલવા ભલામણ કરી હતી. જેથી લખધીરપુર રોડના તમામ ઉધોગકારો અને સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપાલિયા તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાનો આભાર વ્યક્ત કરાયો હતો. 






Latest News