મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે નિવૃત્ત થતા શિક્ષકને વિદાયમાન, બગથળા કન્યા શાળામાં લંચબોક્સનું વિતરણ


SHARE







મોરબીના ખાનપર ગામે નિવૃત્ત થતા શિક્ષકને વિદાયમાન, બગથળા કન્યા શાળામાં લંચબોક્સનું વિતરણ

શ્રી ખાનપર ગ્રામ પંચાયત સંચાલિત શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ખાનપર મુકામે વય નિવૃત્ત થતા શિક્ષક બી.એમ ફુલતરીયાના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ નવ નિયુક્ત જ્ઞાન સહાયકના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંપૂર્ણ આયોજન શિક્ષણ પ્રેમી યુવાનો તેમજ શાળાના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું હતું.નિવૃત્ત શિક્ષકને માનભેર વિદાય અને તેમણે કરેલા વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યો અને સ્મરણો વાગોળવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીગણ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.સ્વાગત પ્રવચન ડી.બી સવસાણીએ કર્યુ હતુ.તેમજ શાળાના વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત અને વક્તવ્ય રજૂ કર્યા હતા.આભાર વિધિ પ્રા.શાળાના આચાર્ય ઇશ્વરભાઇ  સાવરીયાએ કરી હતી.કાર્યક્રમનું સંચાલન વી.ડી.બસિયાએ કર્યું હતું.જયારે મોરબી તાલુકાની શ્રી બગથળા કન્યા શાળામાં સ્વ.દલપતભાઈ રામાનુજની ૧૨ મી પુણ્યતિથિ નિમિતે તેના પુત્ર સંજય ઉર્ફે રામાભાઈ દ્વારા લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જે બદલ શાળા પરિવારે દાતા રામાભાઈનો આભાર માન્યો હતો.




Latest News