મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ટ્રક ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનના ઘટના સ્થળે જ મોત: એક રાજકોટ સારવારમાં


SHARE







મોરબીના ભરતનગર પાસે ટ્રક ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનના ઘટના સ્થળે જ મોત: એક રાજકોટ સારવારમાં

મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ભરતનગર ગામ પાસે રાત્રિના સમયગાળા દરમિયાન ટ્રક ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જે બનાવમાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજયાં છે અને ઇજા પામેલા એક યુવાનને સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ ખાતે રહેતા મૂળ એમપીના અમિતભાઈ (22) તથા અન્ય બે વ્યક્તિઓ આમ કુલ મળીને ત્રણ યુવાનો બાઈક ઉપર ભરતનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં તેઓના ત્રીપલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેવામાં આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમિતભાઈ તથા તેની સાથે બાઈક ઉપર બેઠેલ એક વ્યક્તિ આમ કુલ મળીને બે વ્યક્તિઓના ગંભીર ઇજા થવાથી તેના ઘટના સ્થળે મોત નીપજયા હતા આ બનાવમાં બાઈક ઉપર બેઠેલ ત્રીજા વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.બી.મિશ્રા અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી અને અકસ્માતમાં બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બેલા ગામ પાસે બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં શક્તિ સંજીવસિંગ (21) અને રૂપ નારાયણસિંગ (27) રહે. બંને રંગપર વાળાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના જુના ઘાટીલા ગામે રહેતા અને મજૂરી કામ કરતા અનુબેન છગનભાઈ (18) નામની મહિલા ખેતરમાં દવાનો છટકાવ કરતી હતી ત્યારે તેને ઝેરી અસર થવાના કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાળક સારવારમાં

મોરબીમાં અંકુર સોસાયટી પાસે સાયકલમાંથી પડી જવાના કારણે દીપ દેવજીભાઈ એરણીયા (4, રહે. વૃંદાવન સોસાયટી રાજકોટ) નામના બાળકને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News