મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા લક્ષ્મીનગર ગામે બેઠક યોજાઇ


SHARE







ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા લક્ષ્મીનગર ગામે બેઠક યોજાઇ

મોરબીના લક્ષ્મીનગર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમની બેઠક મળી હતી જેમાં ગામ સમિતિની રચના કરીને હોદેદારોની વરણી કરવામાં આવી હતી અને આ બેઠકમાં  સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે જુદાજુદા કાર્યક્ર્મ કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું તેમજ ઠાકોર સેના સંગઠનના માધ્યમથી શિક્ષણ બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોરના આદેશ અનુસાર આવનારી તા. 26 મી જાન્યુઆરીના રોજ રાત્રે 3 વાગે ગાંધીનગર ખાતે યોજાનાર ઠાકોર સમાજનું મહાસંમેલનમાં મોટી સંખ્યામાં મોરબી જિલ્લામાંથી લોકોને હજાર રહેવા માટે આહ્વાન કર્યું હતું. અને સમાજ પર થતા ખોટા અત્યાચાર કઈ રીતે અટકાવા તે મુદે ચર્ચા કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ઠાકોર સેના સંગઠન વધુમાં વધુ મજબુત થાય તે દિશામાં કામ કરવા માટે આગેવાનોએ ટકોર કરી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો સહિતના હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, શહેર પ્રમુખ યોગેશભાઇ ઉઘરેજા, તાલુકા ઉપપ્રમુખ વિજયભાઈ દેગામા, તેમજ જીતુભાઈ પરમાર, અમિતજી ઠાકોર, મનીષભાઈ ઠાકોર, અજયભાઈ ઠાકોર, અક્ષયભાઈ ઠાકોર સહિતના હાજર રહ્યા હતા.






Latest News