મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બોડકી અને હળવદના ધનાળા ગામે દારૂની રેડ: 2600 લિટર આથો કબ્જે, બે આરોપી પકડાયા


SHARE













માળીયા (મી)ના બોડકી અને હળવદના ધનાળા ગામે દારૂની રેડ: 2600 લિટર આથો કબ્જે, બે આરોપી પકડાયા

માળીયા મીયાણા તાલુકાના બોડકી ગામે બનિયાની સીમમાં અને હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં વાઘરીની ધાર પાસે ખરાબાની જગ્યામાં દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 2600 લિટર આથો કબ્જે કરવામાં આવેલ છે અને બે આરોપીને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણા તાલુકાના બોડકી ગામે બનિયાની સીમ તરીકે વિસ્તારમાં તળાવના કાંઠે બાવળીની કાંમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુભાનભાઈ આદમભાઈ મોર (39) રહે. નવી નવલખી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જઠરે હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં વાઘરીની ધાર પાસે ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 35,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રવિભાઈ ટીનાભાઇ રેસા (25) રહે. પંચમુખી ઢોરે હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માત
મોરબીના રાજકોટ હાઇવે ઉપર મીતાણા બ્રિજથી આગળ બહુચર માતાના મંદિર પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં દિનેશભાઈ કુંવરજીભાઈ વાઘેલા (૩૫) તથા મધુબેન દિનેશભાઈ વાઘેલા (૩૫) રહે.બંને સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થયેલ હોય અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના મેરૂપર ગામે ગનાભાઈની વાડીએ દવા પી જવાથી સંજયભાઈ કરશનભાઈ નાયક (૨૪) રહે.હાલ મેરૂપરને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર ગામે બોની પાર્ક વિસ્તારમાં રહેતા પુષ્પાબેન લાભુભાઈ દક્ષિણી (૮૦) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ઘર નજીક પડી ગયા હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નાની વાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા રમેશભાઈ મહાદેવભાઇ રૂપાલા નામના ૫૦ વર્ષના આધેડને ઘર પાસે અમુક લોકો દ્વારા માર મારવામાં આવતા તેમને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.  






Latest News