વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરનારો હત્યારો પકડાયો


SHARE







વાંકાનેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરનારો હત્યારો પકડાયો

મોરબી જીલ્લાના વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનને મારામારીને તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી દીધા હતા જેથી કરીને યુવાનનું મોત નિપજ્યું હતું આ બનાવ બાદ મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને બનાવને નજરે જોનાર મહિલાની ફરિયાદ લઈને પોલીસે હત્યા કરીને નાશી ગયેલા આરોપીને દબોચી લીધેલ છે

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં તા.૧૩-૧૨ ના મોડી સાંજના સમયે ગાયત્રી મંદિર પાસે કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયા જાતે કોળી (ઉવ.૪૦) રહે. વાંકાનેર વાળાને કિશોરભાઇ મગનભાઇ કોળી રહે વાંકાનેર મફતીયાપરા દાતાર ટેકરી વાળાએ તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાન કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને નજરે જોનાર મહિલાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીને દબોચી લીધેલ છે જો કે, જે ફરિયાદી  નોંધાઈ છે તેમાં લખાવ્યું છે કે, કિશોરભાઇ કોળીની પત્ની સામે મૃતક કેશાભાઈએ જોયું હતું જેથી પત્ની સામે કેમ જોયુ તેમ કહીને કિશોરએ બોલાચાલી અને મારા મારી કરી હતી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને આ આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ઝડપી લીધેલ હોવાથી ત્યાથી આરોપીનો કબજો લેવા માટે વાંકાનેર પોલીસે તજવીજ શરૂ કરેલ છે




Latest News