મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જલારામ જીની પાછળના ભાગમાં રહેતા પરિવારની દીકરીએ તેઓના ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી તે બાબતનો ખારાખીને ચાર શખ્સો દ્વારા યુવતી અને તેના પરિવારજનોને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ ધોકા અને પાઇપ વડે મારમાર્યો હતો અને અન્ય બે શખ્સો ત્યાં કુહાડી અને ધોકા લઈને આવ્યા હતા અને તેણે પણ ગાળો આપીને ફરિયાદી તથા સાહેદોને મારમાર્યો હતો અને ઈજા કરી હતી જે બનાવમાં જા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જલારામ જીની પાછળના ભાગમાં મદ્રાસાની નજીક ત્રણ માળિયા મકાન પાસે રહેતા મુસ્કાનબાનુ અફઝલખાન પઠાણ (22)એ હાલમાં નાઝીમભાઈ આબિદભાઈ કલાડિયા, અબરાર આબિદભાઈ કલાડિયા, મુબીનભાઈ ઇસ્માઈલભાઈ માથાકિયા, આર્યનભાઈ મહેમુદભાઈ મકવાણા, સલમાનભાઈ મુન્નાભાઈ કાજી અને મુન્નાભાઈ ઈકબાલભાઈ કલાડિયાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 11/10 ના રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં નાઝીમભાઈ કલાડિયાને ફરિયાદીએ તેઓના ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ફરિયાદી અને સહેદોને ગાળો આપી હતી અને ત્યાર બાદ નાઝીમભાઈ, અબરારભાઈ, મુબીનભાઈ અને આર્યનભાઈ ધોકા પાઇપ લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદો સાથે મારા મારી કરી હતી ત્યાર બાદ સલમાનભાઈ કુહાડી લઈને અને મુનાફભાઈ લાકડાનો ધોકો લઈને સ્થળ ઉપર આવ્યા હતા અને તેઓએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો તથા ધોકા વડે મારમાર્યો હતો જેથી સાહેદ અશરફભાઈને મણકાના ભાગે ફેક્ચર અને સાનિયાબેનને કાંડાના ભાગે ફેક્ચર જેવી ઇજા થયેલ છે અને આરોપીઓએ ફરિયાદી તેમજ સહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવતી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

બેલા નજીકથી બે બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સોમનાથ મિનરલ કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2200 ની કિમતની દારૂની બોટલ સાથે સાહિલભાઈ ઓસમાણભાઈ નારેજા (28) રહે. બેલા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News