મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી


SHARE







વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યોરાજપર ગામ પાસેથી બાઇકની ચોરી

વાંકાનેરમાં આંબેડકરનગરમાં રહેતા આધેડે તેઓના ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતે સામેવાળાએ ઝઘડો કરીને લાકડી વડે આધેડને માર માર્યો હતો તેમજ તેઓને બચાવવા માટે વચ્ચે પડેલ તેની દીકરી અને દીકરાને પણ લાફા, ઢીકા અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ છ લોકોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂપાટડીના રહેવાસીને હાલમાં વાંકાનેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં-3 માં રહેતા વૈશાલીબેન મહેશભાઈ રાઠોડ (26)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ મનુભાઈ સોલંકી, મનુભાઈ નથુભાઈ સોલંકી, પ્રકાશભાઈ મનુભાઈ સોલંકી, જયાબેન મનુભાઈ સોલંકી તેમજ શીતલબેન મનુભાઈ સોલંકી રહે. બધા મહાવીરનગર સોસાયટી વાંકાનેર તથા અમૃતભાઈ નથુભાઈ સોલંકી રહે. આંબેડકરનગર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેઓના ઘર પાસે મહેશભાઈ સોલંકી ગાળો બોલતો હતો જેથી ફરિયાદીના પિતા અરવિંદભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી હતી માટે મહેશભાઈએ ફરિયાદીના પિતા સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીના પિતાને મહેશભાઈ અને પ્રકાશભાઈએ લાકડી વડે માર માર્યો હતો ત્યારે તેને બચાવવા ફરિયાદી વચ્ચે પડતાં તેને મહેશભાઈએ જમણા ગાલે લાફો મારીને વાસાના ભાગે ઢીકો માર્યો હતો અને ફરિયાદીનો ભાઈ જીતેશ ઘરની બહાર આવતા તેને પગમાં લાકડી મારીને ઇજા કરવામાં આવી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને ફરિયાદીના ઘર પાસે આરોપીઓ ગાળો બોલતા હતા ત્યારે ગાળો બોલવાની ના પાડતા જયાબેનએ ફરિયાદીનો જમણો હાથ પકડીને તેને કોણી અને કાંડા પાસે ઈજા કરી હતી અને શીતલબેને ફરિયાદીને વાળ પકડીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી

મોરબીના રાજપર ગામની સીમમાં જગદીશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી દેવલાભાઈ તેરીયાભાઇ નાયકા (36)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, રાજપર ગામની સીમમાં દિલીપભાઈ મોહનભાઈની વાડી પાસે તેઓએ બાઈક નંબર જીજે 34 આર 2239 પાર્ક કરીને મૂક્યું હતું જે 55,000 ની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News