મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા દર્દીઓને દવા-લેબોરેટરીમાં રાહત માટે મેડિકલ સ્ટોર ખુલ્લો મુકાયો


SHARE







મોરબીમાં ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા દર્દીઓને દવા-લેબોરેટરીમાં રાહત માટે મેડિકલ સ્ટોર ખુલ્લો મુકાયો

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફ્રી ટિફિન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જો કે, હવે દર્દીઓને દવા એકદમ સ્તા ભાવે મળે તેના માટે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરી શરૂ કરવામાં આવેલ છે અને તેના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ઉપરાંત રાજકીય આગેવાનો ઉદ્યોગકારો સહિતના લોકો હાજર રહ્યા હતા.

મોરબીના રામચોક પાસે આવેલ સિલ્વર પ્લાઝામાં શનિવારે તા 8 નવેમ્બરથી ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરી શરૂ કરવામાં આવી છે ત્યાંથી દરેક દર્દીઓને ડોક્ટરના પ્રિસ્કિપ્શન મુજબની દવાઓ પડતર ભાવે આપવામાં આવશે. તેમજ લેબોરેટરીમાં 50 ટકાના દરે કરી આપવામાં આવશે. આ સેવાકીય પ્રકલ્પના ઉદ્ઘાટન પ્રસંગે બગથળા નકલંકધામના મહંત દામજી ભગત, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને આ સેવાકીય પ્રવૃતિના મુખ્ય દાતા હિરેનભાઈ દોશી છે. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ખાસ કરીને દર્દીઓને દવા ઓછા ખર્ચે મળી રહે તેવી ભાવના સાથે જે સેવા કર્યા શરૂ કરવામાં આવ્યું છે તેની સહુ કોઈએ પ્રસંશા કરી હતી. 




Latest News