મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદ નજીક રેન્જ રોવર કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આશાસ્પદ યુવાનનું મોત


SHARE







હળવદ નજીક રેન્જ રોવર કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આશાસ્પદ યુવાનનું મોત

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ હોનેસ્ટ હોટલ સામેથી ડબલ થવાની બાઈક પસાર થઈ રહ્યું હતું જેને રેન્જ રોવર ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

 

હળવદના જુના રાયસંગપર ગામે રહેતા વિષ્ણુપ્રસાદ હિંમતલાલ ત્રિવેદી (59) એ રેન્જ રોવર કાર નંબર જીજે 1 ડબલ્યુ ડબલ્યુ 99 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો દીકરો શિવમભાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (21) અને તેનો મિત્ર અર્પિતભાઈ અનિલભાઈ વીસાણી બાઈક નંબર જીજે 36 એજી 1101 લઈને હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ હોનેસ્ટ હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારચાલકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લેતા અર્પિતભાઈને મુંઢ ઇજાઓ થઈ હતી અને બાઈકમાં પાછળના ભાગે બેઠેલા શિવમભાઈને માથા તથા પગના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે શિવમભાઈનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ ફરિયાદી વિષ્ણુપ્રસાદ હિંમતલાલ ત્રિવેદીને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતો જેમાંથી દીકરાનો અકસ્માતના આ બનાવમાં મૃત્યુ નીપજયું છે જેથી કરીને પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.






Latest News