સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી: ચેક રિટર્નના કેસમાં સજા પામેલ આરોપીએ સ્ટેની શરતોનો ભંગ કરતાં કોર્ટે આરોપીને કર્યો જેલ હવાલે


SHARE











મોરબી: ચેક રિટર્નના કેસમાં સજા પામેલ આરોપીએ સ્ટેની શરતોનો ભંગ કરતાં કોર્ટે આરોપીને કર્યો જેલ હવાલે

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં ચેકની રકમ ૩ લાખની ડબલ રકમ ૬ લાખ ચુકવવા માટેનો હુકમ કરેલ છે તેમજ આરોપીને ૧ વર્ષેની સજા ફટકારવામાં આવેલ છે જેથી આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે ફરીયાદી હર્ષદભાઇ ધનજીભાઈ ઉટવાડીયાએ ૩,૦૦,૦૦૦ સામાવાળા ગીતેશભાઈ જીવરાજભાઈ બારેજીયાને અંગત જરૂરીયાત માટે હાથ ઉછીના આપેલ હતા અને જે રકમ પરત ચુકવવા માટે ગીતેશભાઈ જીવરાજભાઈ બારેજીયાએ હર્ષદભાઇને ચેક આપેલ હતો.તે ચેક રિટર્ન થતા ફરીયાદી હર્ષદભાઇએ ગીતેશભાઈ સામે મોરબીની કોર્ટેમાં ચેક રિટર્નની ફરીયાદ કરી હતી જે કેસમાં ફરિયાદીના વકીલ વિવેક કે. વરસડાએ કરેલ દલીલ અને સુપ્રીમ તથા હાઈ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને ૧ વર્ષેની સાદી કેદની સજા અને ચેકની રકમ ૩,૦૦,૦૦૦ ની ડબલ રકમ ૬,૦૦,૦૦૦ નો દંડ ફટકારેલ છે. તથા તે દંડમાંથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ૯ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.

જે હુકમથી નારાજ થઈ આરોપીએ મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટેમાં અપીલ દાખલ કરેલ હતી.જે અપીલમાં આરોપીની અપીલ સમય સુધી સજાનો હુકમ સ્ટે કરવાની અરજી કોર્ટે શરતોને આધીન મંજુર કરેલ હતી પરંતું આરોપીએ કોર્ટેની શરતોનું પાલન કરેલ ન હોવાથી કોર્ટે અપીલ સમય સુધી સજાનો હુકમ સ્ટે કરવાની અરજી વેકેટ કરેલ હતી. અને કોર્ટે આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરી આરોપીને સજાના કામે જેલ હવાલે કરેલ હતો. આ કામમાં ફરીયાદી વતી મોરબીના યુવા એડવોકેટ વિવેક કે. વરસડા, જય જે. કગથરા, રાહુલ એન. ગોલતર, રાહુલ બી. બસીયા તથા સહાયક તરીકે યસ એ. મોરડીયા તથા મનોજ ડી. ગરચર રોકાયેલ હતા.






Latest News