મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવાગામ પાસે દારૂની ત્રણ રેડ, 2350 લિટર આથો ઝડપાયો: આરોપીઓની શોધખોળ


SHARE







માળીયા (મી)ના નવાગામ પાસે દારૂની ત્રણ રેડ, 2350 લિટર આથો ઝડપાયો: આરોપીઓની શોધખોળ

માળીયા (મી)ના નવાગામ પાસે જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2350 લિટર આથો મળી આવ્યો હતો જો કે, ત્રણમાંથી એક પણ રેડમાં આરોપી પકડાયેલ નથી જેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશને જુદાજુદા ત્રણ ગુના નોંધીને હવે આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે.

માળીયા મીયાણા તાલુકાના નવાગામ જેડાવાસમાં ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1000 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 25,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ અનવરભાઈ હાજીભાઈ જેડા રહે. નવાગામ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે આવી જ રીતે દારૂની બીજી રેડ નવાગામમાં સ્મશાન પાસે રહેતા તાજમહમદભાઈ માલાણીના રહેણાંક મકાનની બાજુમાં બાવળની કાંટમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય તાજમહમદભાઈ રહીમભાઈ માલાણી રહે. નવાગામ વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને દારૂની ત્રીજી રેડ નવાગામમાં સ્મશાન પાસે બાવળની કાંટમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 550 લિટર આથો મળી આવતા પોલીસે 13,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી અને આ માલ ગફુરભાઈ ઈશાભાઈ જામનો હોવાનું સામે આવ્યું હતું જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય ગફુરભાઈ ઈશાભાઈ જામ રહે. નવાગામ વાળાની સામે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મહિલા સારવારમાં

મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા સપનાબેન ધીરજકુમાર યાદવ નામના મહિલાને ગત રવિવારે પાડાપુનીચે ભરાયેલ રવિવારી બજારમાં કોઈ કારણોસર ઝઘડો થતાં સામેવાળી વ્યક્તિએ પેટના ભાગે લા મારી હતી જેથી મહિલાને પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News