મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે ઘરમાં જુગાર રમતા 5 શખ્સોની 10,240 ની રોકડ સાથે ધરપકડ


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે ઘરમાં જુગાર રમતા 5 શખ્સોની 10,240 ની રોકડ સાથે ધરપકડ

માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી સહિત કુલ મળીને પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,240 રૂપિયાની રોકડ કબ્જે કરી હતી અને આરોપીઓને પકડીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા (મી) તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાખરેચી ગામે રહેતા કુંવરજીભાઈ રસુંડાના મકાનમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી કુંવરજીભાઈ અમરશીભાઈ રસુંડા તેમજ રઘુભાઈ દિનેશભાઈ શંખેસરિયા, ગોપાલભાઈ અવાભાઈ ભોજવિયા, કિશોરભાઈ હરજીભાઈ મેવાડા અને સંજયભાઈ સોંડાભાઈ દેલવાડીયા રહે બધા ખાખરેચી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,240 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News