સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે પરણિતાને મરવા મજબૂર કરવા સબબ સાસરીયાઓ સામે નોંધાઇ ફરિયાદ


SHARE











હળવદના માથક ગામે પરણિતાને મરવા મજબૂર કરવા સબબ સાસરીયાઓ સામે નોંધાઇ ફરિયાદ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માથક ગામના પરિણીતાએ થોડા સમય પહેલા આપઘાત કરી લીધો હતો.જે સંદર્ભે હાલ મૃતકના ભાઈ દ્વારા બનેવી સહિત ચાર લોકો સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેર જાતે કારડીયા રાજપુત (૪૧) નામના યુવાને તેમના મરણ જનાર બહેન નીતાબેન અરજણભાઈ ચાવડાને લગ્ન બાદથી શારિરીક-માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કરવામાં આવ્યા હોવાની થોડા સમય પહેલા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી.જેનો આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેમાં ફરિયાદી ઈન્દ્રજીતભાઈ ખેર દ્વારા તેમના બનેવી અરજણભાઈ દેવુભા ચાવડા, ઉપેન્દ્રભાઈ અરજણભાઈ ચાવડા, ધનુબેન દેવુભા ચાવડા રહે.ત્રણેય માથક તા.હળવદ જી.મોરબી તથા વસંતબેન ઝાલાભાઇ ચાવડા હાલ રહે.હળવદ મૂળ રહે.માથક સામે પોતાના મરણજનાર બેન નિતાબેનને દુઃખ ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરવામાં આવ્યા અંગે ફરિયાદ નોંધાવેલ છે.જે આધારે પોલીસ દ્વારા ઉપરોકત ચારેય સામે ફરિયાદ નોંધી છે.જેની આગળની તપાસ હળવદ પોલીસ મથકના પીએસઆઇ એચ.એન.ગઢવી ચલાવી રહ્યા છે. ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસેના ગોકુલનગર વિસ્તારમાં રહેતા શારદાબેન પ્રવીણભાઈ કંજારીયા (૩૨) એ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફીનાઇલ પી લીધું હતું.જેથી કરીને તેમને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રવાપર (નદી) ગામે વીંછી કરડી જતા જયકિશન તેજબહાદુર રાજભર નામના ૩૬ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કુંતાસી ગામે રહેતા મગનભાઈ ગંગારામભાઈ ભાડજાને વાહન અકસ્માતમાં ઇજા પહોંચી હતી.જેથી અત્રે નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ હજનારી ગામથી કુંતાસી જતા હતા.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામ્યા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના રાજપર રોડ ઉપર થયેલ વાહન અકસ્માત બનાવમાં ઇજા થતાં નરસીભાઈ ભીખાભાઈ (૪૫) તથા પ્રભાબેન નરસિંહભાઈ (૪૦) રહે.બંને શનાળા મોરબી ને ઇજા થતાં બંનેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામે પાવર હાઉસ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં શુભમ સુભાષભાઈ હાલ રહે.મોરબી મૂળ રહે. બુરહાનપુર ઉત્તરપ્રદેશને અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના બીલીયા અને બગથળા ગામની વચ્ચે બાઇક સ્લીપ થઈ જતા ઈજા પામેલ પ્રવીણભાઈ લધુભાઈ મકવાણા (૩૭) રહે.બગથળાને પણ અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે






Latest News