હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામ પાસેથી કતલખાને લઈ જવાતા 26 પાડાને બચાવ્યા, 7.52 લાખનો મુદ્દામાલ કબજે: બે આરોપીની ધરપકડ, એકની શોધખોળ


SHARE









મોરબીના ભરતનગર ગામ પાસેથી કતલખાને લઈ જવાતા 26 પાડાને બચાવ્યા, 7.52 લાખનો મુદ્દામાલ કબજે: બે આરોપીની ધરપકડ, એકની શોધખોળ

મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસેથી ટ્રક પસાર થઈ રહ્યો હતો જે ટ્રકને ગૌરક્ષકોની ટીમ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેમાંથી ભેસના 26 પાડા મળી આવ્યા હોય 52 હજાર રૂપિયાની કિંમત અબોલ જીવ તથા 7 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 7.52 લાખની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સો ની સામે ફરિયાદ નોંધાઇ છે જે પૈકીના બે આરોપીને પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે પેટ્રોલ પંપ સામેથી ટ્રક પસાર થઈ રહ્યો હતો જેમાં અબોલજીવને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જતા હોવા અંગેની ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં વોચ રાખવામાં આવી હતી  ત્યારે મળેલ બાતમી મુજબનો ટ્રક નંબર જીજે 13 એ એક્સ 6891 ત્યાંથી પસાર થયો હોય જેને રોકવામાં આવ્યો હતો અને વાહનને ચેક કરવામાં આવતા તેમાં ભેંસના 26 પાડા ને કુરતાપૂર્વક બાંધીને ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને આ બાબતે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપામાં સત્યમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 102 માં રહેતા અનિલભાઈ હરિલાલ કાંડિયા (29) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અહેમદભાઈ મેરાજભાઈ જુનેજા (57) રહે ઢાંઢિયાવાસ રોતવાડ પાસે વિરમગામ, સલીમભાઈ હૈદરભાઈ ખાવડીયા (45) રહે કાસમપુરા વિરમગામ અને હાજીભાઈ ઉર્ફે ઇલ્યાસ જીવાભાઇ ખોરાણી રહે. ભગવતી પરા રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે અને હાલમાં પોલીસે અહેમદભાઈ અને સલીમભાઈ નામના બે શખ્સને ઝડપી લીધા છે અને તેની પાસેથી 52 હજાર રૂપિયાની કિંમતના અબોલ જીવ તથા 7 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક આમ કુલ મળીને 7.52 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને રાજકોટના હાજીભાઈ ખોરાણીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.




Latest News