લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા મોરબી નજીક કારખાનામાં લોહીની ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત, મોટી વાવડી ગામે વાડીએ માથા ઉપર બોરવેલનો પાઇપ પડતાં આધેડનું મોત ​​​​​​​ટંકારાની લજાઈ ચોકડી નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવાયું જીવન જીવતા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામે મંદિરની છત ઉપર નીચે પડતાં માથામાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







































મોરબીના ટિંબડી ગામે મંદિરની છત ઉપર નીચે પડતાં માથામાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના ટિંબડી ગામે મંદિરની છત ઉપર કામ કરતા સમયે અકસ્માતે નીચે પડવાથી યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત સાથે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

મોરબી તાલુકાના જુના ટિંબડી ગામે રહેતો વિજયભાઈ તેજાભાઈ ગમારા (27) નામનો યુવાન ગામમાં આવેલ રામદેવપીરના મંદિરની છત ઉપર કામ કરતો હતો દરમિયાન અકસ્માતે તે ઉપરથી નીચે પટકાતા તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતકના પરિવારજન ખોડાભાઈ જલાભાઈ ગમારા (23) રહે. જૂની ટિંબડી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News