મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા-રામગઢ કોયલી ગામે મારામારીના જુદાજુદા બે બનાવમાં મહિલા સહિત ઇજા પામેલા કુલ 9 લોકો સારવારમાં


SHARE







મોરબીના જાંબુડીયા-રામગઢ કોયલી ગામે મારામારીના જુદાજુદા બે બનાવમાં મહિલા સહિત ઇજા પામેલા કુલ 9 લોકો સારવારમાં

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાના નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ચાર વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબીના રામગઢ કોયલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ મેક્સ ગ્રેનાઈટો સીરામીક કારખાના પાસે યુવાનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ચાર લોકોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જલનભાઈ ચૌહાણ (30) રહે. જાંબુડીયા તેમજ જીતેન્દ્ર વાસુદેવ નિશાદ (21) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતપરા મોરબી, અજય રાજુભાઈ મૌર્ય રહે. શોભેશ્વર મંદિર પાસે મોરબી અને અરવિંદ મૌર્ય રહે. જાંબુડીયા વાળાને ઇજા થઇ હોવાથી ઇજા પામેલા ચારેય વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબી તાલુકાના રામગઢ કોઇલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમરશીભાઈ દેવશીભાઈ લોહિયા (60) અને કૈલાશ અમરશીભાઈ લોહિયા (27) નામના બે વ્યક્તિઓને ઇજા થઈ હતી જ્યારે સામાપક્ષેથી મારામારીના આ બનાવમાં જયદેવભાઈ વિનોદભાઈ લોહિયા (40) વિનોદભાઈ દેવજીભાઈ લોહિયા (42) અને રમીલાબેન વિનોદભાઈ લોહિયા (30) રહે. બધા રામગઢ વાળાઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સેગા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં બીજા માળ ઉપરથી નીચે પટકાતા લખન પ્રતાપભાઈ રાવત (22) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા સપનાબેન નવલિયાભાઈ મેડા નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી




Latest News