મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકામાં જુદાજુદા 3 અકસ્માતમાં 5 યુવાનોના મોત


SHARE







મોરબી અને માળીયા તાલુકામાં જુદાજુદા 3 અકસ્માતમાં 5 યુવાનોના મોત

મોરબી તાલુકાનાં પીપળીયા અને ઝીંઝુડા તેમજ માળિયા (મી)ના મોટા દહીંસરા અને વર્ષામેડી વચ્ચે અકસ્માતમાં જુદાજુદા ત્રણ બનાવ બનેલ હતા જેમાં કુલ મળીને 5 યુવાનોના મોત નિપજ્યાં છે જેથી આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મોરબી અને માળિયા તાલુકામાં શનિવારે રાત્રીના સમયે જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના ત્રણ બનાવ બનેલ હતા જેમાં કુલ મળીને 5 વ્યક્તિના મોત નિપજ્યાં છે. જેમાં માળિયાના મોટા દહીંસરા અને વર્ષામેડી ગામ વચ્ચે રીક્ષા સાથે બુલેટ અને બાઈક અથડાતા ટ્રીપલ અકસ્માત થયો હતો જે બનાવમાં ઝીંઝુડા ખાતે ઉર્ષમાં જતાં ત્રણ યુવાનના મોત નિપજ્યાં હતા જેમાં સમીર રહેમાન મુસાણી અને ઇમરાનશા સમીરશા શાહમદાર રહે. બંને મકરાણીવાસ મોરબી અને રહીમ અવેશભાઇ સંધવાણી રહે. કાજરડા વાળાને ગંભીર ઇજા થઈ હતી અને આ ત્રણેય યુવાનના મોત થયા હતા જેથી ત્રણેય યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. જયારે મોરબીના ઝીંઝુડા નજીક સોલંકીનગર પાસેથી યુવાન બાઈક લઈને જતા હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ચાલક લિયાકત અસગરભાઈ સેડાત નામના યુવાનનું મોત નીપજયું હતું તેમજ પીપળીયા ચાર રસ્તા પાસેથી હરેશભાઈ લાભુભાઈ ગણેશીયા નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનનું મોત નીપજયું હતું જે બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News