મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.!


SHARE







મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.!

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરાો વહેલી સવારે કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હોય તેને શોધવા માટે તે સંસ્થાના સંચાલક દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને સગીરાઓનો કોઇ જગ્યાએથી પત્તો ન લાગતાં મોરબી જિલ્લાના પોલીસને જાણ કરવામાં આવી છે જેથી ગણતરીના કલાકોમાં જ સીટી બી ડિવિજન  પોલીસે સગીરાઓને શોધવા માટે કવાયત કરતા ત્રણ પૈકી બે સગીરાઓ તેમના ઘરેથી જ મળી આવી હતી..!


મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી અપ્હત સગીરાઓને અહીંના વિકાસ વિદ્યયાલયમાં રાખવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા સમયગાળામાં મોરબી તાલુકા વિસ્તારમાંથી બે અને ટંકારા તાલુકામાંથી એક સગીરાનું અપહરણ કરવામાં આવેલ હોય તે સગીરાઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરીને સગીરાઓને પોલીસે કબ્જે લીધી હતી. જોકે સગીરાઓએ તે સમયે તેમના વાલીઓ સાથે જવાની ના પાડતા..! તેણીને મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ ઉપરના વિકાસ વિદ્યાલય ખાતે મૂકવામાં આવી હતી અને વહેલી સવારે વિકાસ વિદ્યાલય ખાતેથી ત્રણ સગીરાઓ કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી..! જેથી સંસ્થાના સંસ્થાના સંચાલકો દ્વારા શોધખોળ કવાયત શરૂ કરવામાં આવી હતી અને અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે એવી પણ માહિતી પણ મળી હતી કે સગીરાઓને પોતાના વાલી પાસે જવું હતુ પરંતુ તેના વાલીઓ લઈ જતા ન હોય..! આજે વહેલી સવારે ત્રણ સગીરાઓ કહ્યા વગર વિકાસ વિદ્યાલય ખાતેથી નીકળી ગયેલ.અત્રે નોંધનીય છે કે જ્યારે આ અપહરણના બનાવ બન્યા ત્યારે સગીરાઓ તેઓના પરિવારજનો પાસે જવા માંગતી ન હતી અને બાદમાં પરિવાર પાસે જવા માંગતી હતી ત્યારે પરિવાર તેને સ્વીકારવા માટે તૈયાર ન હતો..! માટે આ કિસ્સો ક્ષણિક આવેગમાં આવીને અજુગતા પગલા ભરી બેસતાં યુવાધન માટે લાલબત્તી સમાન છે કે જો તમે સમાજની રીત રસમોથી પર થઈને કોઈ પગલું ભરશો તો ખુદ તમારો પરિવાર પણ તમને નહીં સ્વીકારે.

છેલ્લે મળેલ માહિતી મુજબ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં ગુમ થયેલી ત્રણ સગીરાઓ પૈકી બે સગીરાઓ તેમના પરિવાર પાસેથી જ મળી આવી હતી જેથી ત્યાંથી તેમનો કબ્જો લઇને પુન: સંસ્થા ખાતે મૂકવામાં આવી હતી જોકે હજુ સુધી ગુમ થયેલી એક સગીરાને ભાળ મળી ન હોય તે દિશામાં પોલીસે આગળની શોધખોળ ચાલુ રાખી છે.તેમ સુત્રો દ્રાર જાણવા મળેલ છે.






Latest News