મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ


SHARE







મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ

મોરબીના ઘૂંટુ ગામની સીમમાં લીવાન્ટો સિરામીક કારખાના પાસે આવેલ ખેતરના કુવામાં કોઇપણ કારણોસર પડી જવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને તે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના વાલી વારસાને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે અને મૃતક વિષેની કોઈ પણ માહિતી હોય તો તાલુકા પોલીસમાં આપવા માટે અનુરોધ કર્યો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં કુવામાંથી અજાણ્યા ૩૦થી ૪૦ વર્ષના પુરૂષની તા ૧૪/૧૦ ના રોજ લાશ મળી આવેલ હતી અને ઘૂંટુ ગામની સીમમાં લીવાન્ટો સિરામીક કારખાના પાસે ધર્મેન્દ્રભાઈના ખેતરમાં આવેલ કુવામાં કોઇપણ કારણોસર પડી જવાથી પાણીમાં ડુબી જવાના લીધે તે યુવાનનું મોત નીપજયું હતું. અને મૃતક યુવાનના હાથની કલાઇ ઉપર માઁ અથવા મી. અને લાલ કલરમાં દિલ ત્રોફાવેલ છે તથા હાથના બાવડાના ભાગે રાજાના મુગટ જેવી આકૃતિ અને અંગ્રેજીમાં કે ત્રોફાવેલ હોય તેવું નજરે પડે છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સીક પી.એમ. કરાવીને મૃતદેહને મોરબી સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ છે જેથી મરણ જનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય લાશની ઓળખ કરવા તેમજ તેના વાલીવારસને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે. અને મૃતક વિષેની કોઈપણ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઇલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૬૬ અથવા તપાસ અધીકારી એ.એમ.ગરીયાના મોબાઇલ નંબર ૯૬૦૧૧૪૬૭૭૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News