મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના માળીયા (મીં) તાલુકાના હરીપર-સામખીયારી રોડ ઉપર વાહન અકસ્માત સર્જયો હતો. જેમાં વિજયસિંહ દેવુભા જાડેજા (30) નખત્રાણા ભુજ (કચ્છ)ને ઈજા થતા માળીયાની સરકારી હોસ્પીટલે અને બાદ મોરબી સિવિલમાં લવાયો હતો. અત્રે પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ હોવાનું પોલીસે જણાવેલ છે.તેમજ મોરબીના વજેપરમાં રહેતા સકીનાબેન હાજીભાઈ મોવર (40) દવા પી જતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. તેમજ માળીયા (મીં) ના કાજડીયા ગામે ઘર પાસે સાપ કરડી જતા ફરીદાબેન ફીરોઝભાઈ બાયદાણી (25)ને સીવીલે સારવારમાં લેવાયા હતા.

વૃધ્ધ સારવારમાં
 મોરબી રવાપર રોડ લીલા લહેરની સામે બાઈક સ્લીપ થતા પ્રવિણ મેઘજીભાઈ વડાલીયા (72) રહે. વિદ્યુત પાર્ક રવાપર રોડને સારવારમાં લઈ જવાયા હતા. જયારે નાની માધાણી શેરીમાં જુની બોલાચાલીમાં ઝગડો થતા નિલાબેન તુલસીદાસ રાણપરા (51)ને દવાખાને સારવારમાં લવાયા હતા. તેમજ થોડા દિવસ પહેલા શકિત ચોકથી બેઠાપુર તરફના રસ્તેથી અમન ચતુર્વેદી (29) રહે. પાડાપુલ નીચે નદીના પટમાં બેભાન મળી આવતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.વાવડી રોડ મીરાપાર્કમાં રહેતા અનસોયાબેન બળદેવભાઈ કડીવાર (63) બાઈકમાં બેસીને જતા સોસાયટી નજીક પડી જતા શિવમ હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે માળીયા (મીં) નજીક પડી જતા શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે માળીયા (મીં) નજીક હાઈવે ઉપર મારામારીના બનાવમાં ઈજા થતા જલાઉદીન હસનભાઈ મોવર મીંયાણા (35) રહે. વીસીપરા મોરબીને સારવારમાં લઈ જવાયો હતો.

વાહન અકસ્માત
 મોરબી નાગડાવાસના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા સોનલબેન દિલીપભાઈ મકવાણા (33) અને કાજલબેન અમરશીભાઈ મકવાણા (22) રહે. નાગલપરને અત્રે આયુષમાં સારવાર માટે લઈ જવાયા હોવાનું પોલીસે જણાવેલ છે.જયારે મોરબી એલઈ કોલેજ પાસે મારામારીમાં ઈજા થતા ભરત ભવાનભાઈ ડાંગરીયા દેવીપુજક (30) રહે. એલઈ ગ્રાઉન્ડ સામેને સિવિલે ખસેડાયો હતો. નવા બસ સ્ટેશન પાસે અકસ્માતમાં ઈજા થતા નિતાબેન કમલભાઈ પરીહાર (33) રહે. રવાપર ક્રિષ્ના સ્કુલ પાસેને સારવારમાં લાવવામાં આવેલ હતા.

યુવાન સારવારમાં
 માળીયા હાઈવે રવાપર (નદી)ના શકિતનગર ગામે રહેતો બાબુભાઈ વિરમભાઈ અજાણા નામના 22 વર્ષના યુવાનનું પાવડીયારી કેનાલ પાસે બાઈક સ્લીપ થતા ઈજા થતા સારવારમાં લવાયો હતો. જયારે ઘરે બાથરૂમમાં પડી જતા ચંદનસિંહ દ્વારકાસિંહ (27) રહે. અણીયારી ચોકડી પાસે મોરબીને સારવારમાં લવાયો હતો.જયારે સોસાયટી નજીક બાઈકમાંથી નીચે પડી જતા મણીબેન પિતાંબરભાઈ પિત્રોળા (86) રહે. નિત્યાનંદ સોસાયટી સામાકાંઠે મોરબી-2ને સારવારમાં ખસેડાયા હતા.

સાપ કરડયો
 મહેન્દ્રનગર ગામે રહેતા અમિત ભીખુભાઈ ગઢવી (27)ને ઘરે જમણા હાથે સાપ કરડી જતા સિવિલે સારવારમાં લવાયો હતો. માળીયા હાઈવે ઓનેસ્ટ હોટલ પાસે બાઈક સ્લીપ થતા ગૌરીબેન હરીલાલ (63) રહે. સાવડી રાજકોટને ઓમ હોસ્પિટલે અને રાજકોટના ગરીયા ગામે બાઈક સ્લીપ થતા દિલીપ કુબેરભાઈ સરવૈયા (48)ને તેમજ નસીતપર (ટંકારા) ગામે બાઈક સ્લીપ થતા ત્યાં રહેતા ઉતમ હરગોવિંદ આદ્રોજા (24)ને સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો






Latest News